બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / ગુજ્જુની જ્ઞાન'વાડી' ! ચીકૂ-કેરીના બગીચામાં ખોલી લાઈબ્રેરી, મફત વાંચન સાથે ફ્રીમાં ચા-નાસ્તો, બીજું ઘણું
Nidhi Panchal
Last Updated: 03:11 PM, 3 September 2024
આજે એક એવા વ્યક્તીની વાત કરવાની છે. જેમણે કુદરતા ખોળે તમે પુસ્તકો વાંચવાની મજા લઇ શકો છો. એવી અદભુત લાઈબ્રેરી બનાવી છે કે તમને ત્યાં એવું લાગશે કે જાણે સવર્ગમાં આવી ગયા છો. નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીના કિનારે વસેલુ દેવધા ગામ કેરી અને ચીકુની વાડીઓથી છે. અહીં ચાર પેઢીઓથી શિક્ષણ સાથે લા-વંશી પરિવારના જય વશીએ બાળકો અને યુવાનોમાં પુસ્તક પ્રેમ જગાવવાની ઈચ્છા હતી. દાદાના સ્વપ્નની સાકાર કરવા માટે આ લાઇબ્રેરીની શરૂઆત કરી છે. આજના બાળકો યુવાનો સહિત સૌ જીવનમાં પુસ્તકનું મહત્વ સમજે એ હેતુથી આ હરતી ફરતી લાયબ્રેરી શરૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામમાં વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે પરબ નામની સંસ્થા કામ કરી રહી છે. જેના સંચાલક ડો. જય વશી જેમણે પોતાની કેરી અને ચીકુની વાડીના એક કુદરતી લાઇબ્રેરી ઊભી કરી છે. જેને " મોહન વાંચન કુટિર " નામ આપવામાં આવ્યું છે. જ્યારે પૂછવામાં આવ્યું કે આ બધું કેવી રીતે શરૂ થયું, ત્યારે જય વશી કહે છે, “3 વર્ષ પહેલાં, મારા દાદા કે જેઓ 93 વર્ષના હતા તેઓ પુસ્તકો વાંચવાના ખૂબ જ શોખીન હતા, જાણે પુસ્તકો તેમનો પ્રેમ હોય, તેઓ આખો દિવસ વિવિધ સાહિત્યિક કૃતિઓ વાંચવામાં પસાર કરતા. જો કે, એક દિવસ પુસ્તક વાંચતી વખતે તેમની તબિયત બગડી અને તેમને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. તે પછી તેમને લઈ જવામાં આવ્યા પણ અંદર બેઠા હતા ત્યારે તેમણે મને બોલાવ્યો અને કહ્યું, “હું મારું અધૂરું પુસ્તક છોડીને મૃત્યુ પામી નહીં શકું, મારું પુસ્તક લઈ આવ.” અને પુસ્તક આપ્યા પછી તેમણે પૂરું કર્યું અને કહ્યું કે આવનારી પેઢીએ પુસ્તકોના પ્રેમને જાણવા પુસ્તકાલય બનાવો જેથી વધુને વધુ લોકો પુસ્તકો વાંચી શકે. આમ, દાદાના શબ્દોને જીવંત કરીને આ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી.
અત્યાર સુઘી તમે જોયું હશે કે મોટાભાગે લાઇબ્રેરી બંધ મકાનમાં જ હોય છે. પરંતુ અહીં વાંચન માટે એક અલગ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. અહીં કુદરતી વાતાવરણમાં પક્ષીઓના કલરવ વચ્ચે પુસ્તક વાંચી શકાય છે. ચીકુના ઝાડની કુદરતી હવા સાથે અહિંયા વિદ્યાર્થીઓ આવે છે વાંચવા. જો કે અન્ય લાઇબ્રેરીની જેમ અહીં પણ મોબાઇલના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આ પ્રાકૃતિક લાઇબ્રેરીમાં તબલાવાદન, પેન્ટિંગ, વેસ્ટમાંથી બેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, કારકિર્દી માર્ગદર્શન, વાંચકોને ચા-નાસ્તો પણ આપવામાં આવે છે. કુદરતી વાતાવરણમાં આવેલી આ લાઈબ્રેરીમાં 2000 પુસ્તકો રાખવામાં આવ્યા છે. અહીં હાલ 100થી વધારે લોકો આ લાઇબ્રેરીમાં આવીને વાંચનનો લાભ લઈ રહ્યા છે. નવસારી તથા આસપાસના લોકો પણ આ પ્રાકૃતિક લાઈબ્રેરીનો લાભ ઉઠાવી રહ્યાં છે.
વધુ વાંચો : કેમ વધ્યો ડોગ રાખવાનો ટ્રેન્ડ? મનોચિકિત્સકે આપ્યું મજાનું કારણ, જાણીને લઈ આવશો ઘેર
જય વશી જણાવે છે કે, “દર વર્ષે લાઇબ્રેરીને નવી બનાવવામાં આવે છે. કોઈ પણ વાચક અહીં આવીને વિના મૂલ્ય પુસ્તકો વાંચી શકે છે અને તેમને મફત ચા-નાસ્તો પણ આપવામાં આવે છે. તેમણે તેમના દાદાની ઈચ્છા અનુસાર આ પુસ્તકાલય બનાવ્યું હતું. તેઓ દરેક વસ્તુ પોતાના ખર્ચે ચલાવે છે, જેનો ખર્ચો વર્ષે લાખો રુપિયા આવે છે. આ પુસ્તકાલયનો પ્રાથમિક ધ્યેય વધુ લોકોને આવવા અને વાંચવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી પુસ્તકો વાંચવાના મહત્વ વિશે વધુ જાગૃતિ આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.