બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નવરાત્રીના નવમાં દિવસે કરો કરો માં સિદ્ધિદાત્રીની પૂજા, જાણો મુહૂર્ત, ભોગ, મંત્ર અને વિધિ

ધર્મ / નવરાત્રીના નવમાં દિવસે કરો કરો માં સિદ્ધિદાત્રીની પૂજા, જાણો મુહૂર્ત, ભોગ, મંત્ર અને વિધિ

Last Updated: 11:47 PM, 10 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 9th Day: દુર્ગા માતાના નવ સ્વરૂપોમાં સિદ્ધિદાત્રી માતાની નવમા દિવસે પૂજા કરવામાં આવે છે આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધાની સાથે માતાની આરાધના કરો અને વ્રત કરવાથી દરેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

ચૈત્રી નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની પૂજાથી સુખ-સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રો અનુસાર માતા સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષના દેવી કહેવામાં આવે છે. જાણો નવરાત્રીના નવમાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા વિધિ, સ્વરૂપ, ભોગ, પ્રિય રંગ, પુષ્પ, મહત્વ, મંત્ર અને આરતી.

navratri-puja

માતા સિદ્ધિદાત્રીનો ભોગ

માન્યતા છે કે માતા સિદ્ધિદાત્રીને ચણા, પુરી, સિઝનલ ફળ, ખીર, હલવો અને નારિયેળનો ભોગ પ્રિય છે. એવામાં નવમીના દિવસે આ વસ્તુઓનો ભોગ જરૂર લગાવવા જોઈએ.

PROMOTIONAL 12

પૂજા મંત્ર

ओम देवी सिद्धिदात्र्यै नमः।

अमल कमल संस्था तद्रज:पुंजवर्णा, कर कमल धृतेषट् भीत युग्मामबुजा च।

मणिमुकुट विचित्र अलंकृत कल्प जाले; भवतु भुवन माता संत्ततम सिद्धिदात्री नमो नम:।

ह्रीं क्लीं ऐं सिद्धये नम:।

pooja-durgha-navratri-

શુભ રંગ અને પ્રિય પુષ્પ

ચૈત્રી નવરાત્રીની નવમી તિથિના દિવસે બ્લૂ કે જાંબલી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. માતા સિદ્ધિદાત્રીને લાલ રંગના જાસુદ કે ગુલાબના ફૂલ અર્પિત કરો.

માતા સિદ્ધિદાત્રી બીજ મંત્ર

ह्रीं क्लीं ऐं सिद्धये नम:।

navratri-2024

પૂજા વિધિ

  • સવારે ઊઠીને સ્નાન કરો અને મંદિર સાફ કરો.
  • માતાનો ગંગાજળથી અભિષેક કરો.
  • માતાજીને અક્ષત, લાલ ચંદન, ચુદડી, સિંદૂર, પીળા અને લાલ પુષ્પ અર્પિત કરો.
  • બધા દેવી દેવતાઓનો જળાભિષેક કરી ફળ, ફૂલ અને તિલક કરો.
  • પ્રસાદમાં ફળ કે મિઠાઈ ચડાવો.
  • ઘરના મંદિરમાં ધૂપબત્તી અને ઘીનો દિવો કરો.
  • દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
  • પાનના પત્તા પર કપૂર અને લવિંગ મુકી માતાજીની આરતી કરો.
  • છેલ્લે ક્ષમા પ્રાર્થના કરો.

ક્યારે છે મહાનવમી?

શારદીય નવરાત્રીની નવમી તિથિનો શુભારંભ 11 ઓક્ટોબર શુક્રવારે સવારે 6.52 વાગ્યાથી થઈ રહ્યો છે અને તેનું સમાપન 12 ઓક્ટોબર સવારે 5.47 વાગ્યે થશે.

વધુ વાંચો: ગ્લોબલ વોર્નિંગની છેલ્લી વોર્નિંગ! ખતરારૂપ સ્ટેજમાં પહોંચી ઘરતી, નવા રિપોર્ટમાં આગવાળો દાવો

પૂજાનું શુભ મુહૂર્ત

નવમી પર માતા દુર્ગાના નવમાં સ્વરૂપ એટલે કે માતા સિદ્ધિદાત્રીનું સંધ્યા પૂજન મુહૂર્ત 11 ઓક્ટોબરે સાંજે 5.11 વાગ્યાથી 6.07 વાગ્યાનું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maa Siddhidatri Navratri 2024 નવરાત્રી 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ