બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / નવરાત્રી 2024: દેવી માંના આગમન પહેલા ઘરમાંથી કાઢી નાખો આ વસ્તુઓ, થશે માતાજીનો વાસ
Last Updated: 08:38 PM, 20 September 2024
Shardiya Navratri 2024 : આ તહેવાર બુરાઇ પર અચ્છાઇની જીતનું પ્રતીક છે. આ માટે લોકો વર્ષો સુધી રાહ જુએ છે. મોટા મોટા પંડાલોમાં એકથી એક ચઢીયાતી મા દુર્ગાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં 9 દિવસ સુધી ભક્તોની ભીડ જોવા મળે છે.
ADVERTISEMENT
માતાજીની ભક્તિ એટલે નવરાત્રિનો સમય. નવરાત્રી ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ માટે લોકોએ તૈયારીઓ કરી લીધી છે. બજારોમાં ભીડ જોવા મળી રહી છે. આ તહેવારમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં લોકો નવા કપડાં, નવા શૂઝ વગેરે ખરીદે છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીનો તહેવાર વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. આ નવરાત્રિ શરૂ થતાં જ ઠંડી શરૂ થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન, દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
અંતિમ દિવસે રાવણના પૂતળાનું દહન કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર બુરાઇ પર અચ્છાઇની જીતનું પ્રતીક છે. મા દુર્ગાની મૂર્તિઓ મોટા પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં 9 દિવસ સુધી ભક્તો દ્વારા પુજા અર્ચના કરવામાં આવે છે.
શુભ મુર્હૂત
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે શારદીય નવરાત્રિ અશ્વિની મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે 3જી ઓક્ટોબરથી શરૂ થશે. આ માટેનો શુભ સમય સવારે 12:19 થી છે અને તે 12 ઓક્ટોબર 2024 ના સમાપ્ત થશે. નવરાત્રિ શરૂ થાય છે તે દિવસે કળશ સ્થાપન પણ કરવામાં આવે છે, જેનો શુભ સમય સવારે 6:19 થી 7:23 સુધીનો છે. ભક્તો કળશને પાણીથી ભરે છે અને તેને માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે.
તારીખ જાણો
3 ઓક્ટોબર- મા શૈલપુત્રી
4 ઓક્ટોબર- મા બ્રહ્મચારિણી
5 ઓક્ટોબર- મા ચંદ્રઘંટા
6 ઓક્ટોબર- મા કુષ્માંડા
7 ઓક્ટોબર- માતા સ્કંદમાતા
8 ઓક્ટોબર- મા કાત્યાયની
9 ઓક્ટોબર- મા કાલરાત્રી
10 ઓક્ટોબર- મા સિદ્ધિદાત્રી
11 ઓક્ટોબર- મા મહાગૌરી
નવરાત્રિ પહેલા આટલુ જરૂર કરો
ભક્તો દેવી દુર્ગાની પૂજા-અર્ચના કરે છે જેથી તેમના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય. સાથે જ તેમને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. જે ભક્તો વિધિ પ્રમાણે પૂજા કરે છે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે, પરંતુ આ સમય દરમિયાન એક નાની ભૂલ તમારું સુખી જીવન બગાડી શકે છે. વાસ્તવમાં નવરાત્રિ પહેલા ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દેવી જોઈએ. તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને દેવી-દેવતાઓની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.
આ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢો
માતા રાણીના આગમન પહેલા ઘરની સાફ સફાઇ કરો. આ સમય દરમિયાન દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, તૂટેલી મૂર્તિઓ અથવા ફાટેલી તસવીરો દૂર કરવી જોઈએ. જેના કારણે ઘરમાં નકારાત્મકતાનો પ્રવેશ થાય છે.
જો ઘરમાં દીવાલ પર બંધ ઘડિયાળ હોય તો તેને સફાઈ દરમિયાન તરત જ ઘરની બહાર કાઢીને કચરામાં ફેંકી દો. નહિંતર તે ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે અને જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ઘરમાં જૂના ફાટેલા ચપ્પલ કે કાચની કોઈ તૂટેલી વસ્તુ હોય તો તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. આ પ્રગતિમાં અવરોધો બનાવે છે. સાથે જ ભગવાન પણ ગુસ્સે થાય છે.
આ પણ વાંચોઃ નવરાત્રીના પહેલા નોરતે સૂર્ય ગ્રહણનો યોગ, કુંભ સહિત ત્રણ રાશિને બમ્પર ધનલાભ
અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક
નવરાત્રિ દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. કેટલાક સ્થળોએ, લોકનૃત્ય અને નાટકો જેવા કે ગરબા, દાંડિયા, રામલીલાનું આયોજન કરવામાં આવે છે. વાસ્તવમાં આ તહેવારને બુરાઇ પર અચ્છાઇ અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ઋષિ-મુનિઓ, રાજાઓ વગેરે પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસથી પરેશાન હતા, ત્યારે બધાએ મળીને માતા દુર્ગાને મદદ માટે વિનંતી કરી હતી. ત્યારબાદ માતા દુર્ગાએ સિંહ પર સવાર થઈને મહિષાસુરનો વધ કર્યો, ત્યારથી દુર્ગા પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.