બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'જશોદા મૈયા.. મોહન માગ્યો દે' પરષોત્તમ રૂપાલાએ સ્ટેજ પર બોલાવી ગરબાની રમઝટ, જુઓ વીડિયો
Last Updated: 02:02 PM, 10 October 2024
રાજકોટ: હાલમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ગરબાના શોખીનો મન ભરીને ગરબે ઝૂમતા જોવા મળે છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા પણ ગરબાના રંગે રંગાયા. રાજકોટમાં બામ્બુ બીટ્સ દાંડિયાના આયોજનમાં રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. દરમિયાન અહીં તેમણે ગરબાની રમઝટ બોલાવી હતી.
ADVERTISEMENT
પરષોત્તમ રૂપાલાનો આગવો અંદાજ
ADVERTISEMENT
રાજકોટના બામ્બુ બીટ્સ દાંડિયામાં સાંસદ પરષોત્તમ રૂપાલા એક આગવા જ અંદાજમાં જોવા મળ્યા હતા. સાંસદ પરષોત્તમ રૂપાલાએ સ્ટેજ પર ગાયક કલાકારો સાથે સૂરથી સૂર મીલાવીને ગરબા ગીત ગાયા. તેમણે જશોદા મૈયા, મોહન માગ્યો દે.. અને આજની રાત અમે રંગભર રમીશું સહિતના ગરબા ગાઈને નવરાત્રીની મજા માણી. સાંસદ રૂપાલાના આગવા અંદાજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો: આજે ખેલૈયાઓ નહીં મેઘરાજા બોલાવશે રમઝટ! અંબાલાલ પટેલની ટેન્શનવાળી આગાહી
ત્યારે આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ કલાકારો સાથે મળીને સ્ટેજ પરથી ગરબા ગીત ગાઈ રહ્યા છે. આ પછી તેઓ સ્ટેજ પર બધા કલાકારોને મળે છે અને પછી તેમની સીટ પર બેસી જાય છે. ત્યારે તેમણે ગાયેલા ગરબાથી ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.