બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / નવરાત્રીનો બે દિવસ બાદ થશે પ્રારંભ, જાણો 'મા દુર્ગા'ના કયા 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે?
Last Updated: 05:39 PM, 1 October 2024
હિંદુ ધર્મમાં દરેક તહેવારનું મહત્વ ખૂબ જ વધારે હોય છે તેમાંથી જ એક શારદીય નવરાત્રી છે જે આખા વર્ષ દરમિયાન આવનાર ચાર નવરાત્રીમાંથી એક છે. એવામાં નવરાત્રીના નવ દિવસ સુધી માતા દુર્ગાના કયા કયા સ્વરૂપોની પૂજા થાય છે આવો જાણીએ.
ADVERTISEMENT
પહેલું નોરતું
ADVERTISEMENT
પહેલા નોરતે માતા શૈલપુત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે. જે પહાડોની પુત્રી છે. આ નવ દુર્ગામાં પ્રથમ દુર્ગા છે. કહેવાય છે કે પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં તેમણે જન્મ લીધો હતો માટે તેમનું નામ શૈલપુત્રી પડ્યું. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને વૃષોરૂઢા અને ઉમાના નામથી એળખવામાં આવે છે. આ દિવસે તેમના આ મંત્રન જાપ કરો.
‘या देवी सर्वभूतेषु मां शैलपुत्री रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:’
બીજુ નોરતું
માતા શૈલપુત્રીની પૂજા બાદ નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાની બીજી શક્તિ માતા બ્રહ્મચારિણીના રૂપની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીને બ્રાહ્મી પણ કહેવામાં આવે છે. આ તપસ્યા અને સાધનાનું પ્રતીક છે. માતા બ્રહ્મચારિણીને માતા પાર્વતીના અવિવાહિત રૂપમાં પૂજવામાં આવે છે. તે સફેદ વસ્ત્ર ધારણ કરે છે. તેમના જમણા હાથમાં એક રૂદ્રાક્ષ માળા હોય છે અને ડાબા હાથમાં કમંડલ હોય છે. આ દિવસે આ મંત્રનો જાત કરો.
‘या देवी सर्वभूतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:’
ત્રીજુ નોરતું-
માતા બ્રહ્મચારિણીની પૂજા બાદ માતા ચંદ્રઘંટાને માતા દુર્ગાનું ત્રીજુ સ્વરૂપ માનવામાં આવ્યું છે. જેમની નવરાત્રીના ત્રીજા દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે. ચંદ્રઘંટાનો અર્થ છે. ચંદ્રમાની જેમ ચમકનાર આ દેવી દુર્ગાનું એક સુંદર અને શક્તિશાળી રૂપ છે. આ દિવસે આ મંત્રનો જાત કરો.
‘या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:’
ચોથુ નોરતું
માતા ચંદ્રઘંટાની પૂજા બાદ નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. જે માતા દુર્ગાનું ચોથુ સ્વરૂપ છે. કુષ્માંડાનો અર્થ છે કુષ્માંડ નામના દેત્યને મારનાર. જે દેવી દુર્ગાનું એક શક્તિશાળી રૂપ છે. આ દિવસે ભક્તોને પૂજાના સમયે સાફ અને સુંદર કપડા પહેરવા જોઈએ. આ દિવસે આ મંત્રનો જાત કરો.
‘या देवी सर्वभूतेषु मां कूष्मांडा रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:’
પાંચમું નોરતું
આ દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે જે માતા દુર્ગાનું પાંચમું રૂપ છે. સ્કંદમાતાનો અર્થ છે સ્કંદ કુમારની માતા. જે ભગવાન કાર્તિકેયને જન્મ આપનાર માતા છે. માતા સ્કંદની પૂજા કરવાથી દુશ્મનો અને મુશ્કેલીઓનો નાશ થાય છે. આ દિવસે આ મંત્રનો જાત કરો.
‘या देवी सर्वभूतेषु स्कंदमाता रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:’
છઠ્ઠી નવરાત્રી
આ દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. કાત્યાયનીની ઉત્પત્તિ દાનવ મહિષાપુરના અંત માટે થઈ હતી. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના તેજનો અંસ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવી કાત્યાયનીને ઉત્પન્ન કર્યા. આ દિવસે આ મંત્રનો જાત કરો.
‘या देवी सर्वभूतेषु मां कात्यायनी रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:’
સાતમું નોરતું
સાતમા નોરતે કાલરાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે જે માતા દુર્ગાનું સાતમું સ્વરૂપ માનવામાં આવે છે. કાલરાત્રીનો અર્થ છે કાળી રાત જે દેવી દુર્ગાના એક શક્તિશાળી અને ભયાનક રૂપને માનવામાં આવે છે. આ દિવસે આ મંત્રનો જાત કરો.
‘या देवी सर्वभूतेषु मां कालरात्रि रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:’
આઠમું નોરતું
આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. જે નવદુર્ગાનો આઠમો અવતાર છે. મહાગૌરીનો અર્થ છે જેનો રંગ ગોરો હોય અને જે સુંદર હોય. મહાગૌરીની ચાર ભુજાઓ છે. મહાગૌરી દેવીની પૂજા કરવાથી ભક્તોને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેમના કષ્ટ દૂર થાય છે. આ દિવસે આ મંત્રનો જાત કરો.
‘या देवी सर्वभूतेषु मां महागौरी रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ‘
નવમું નોરતું
માતા મહાગૌરીની પૂજા બાદ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાઓમાં નવમાં દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રીનો અર્થ છે જે સિદ્ધિયોને દાન આપે છે. માતા સિદ્ધિદાત્રીની ચાર ભુજાઓ છે તેમનું વાહન સિંહ છે. તેમના જમણા હાથમાં ગદા અને કમળ છે અને ડાબા હાથમાં ચક્ર અને શંખ છે. માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ દિવસે આ મંત્રનો જાત કરો.
‘या देवी सर्वभूतेषु मां सिद्धिदात्री रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:’
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.