શરૂ થઇ નવરાત્રી, પહેલા દિવસે થશે બે દેવીઓની એક સાથે પૂજા

By : krupamehta 10:47 AM, 10 October 2018 | Updated : 10:49 AM, 10 October 2018
નવરાત્રીનો ખાસ પર્વ સરૂ થઇ ગયો છે. ભક્તજનો 9 દિવસ સુધી પૂજા કરીને મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરશે. શરદ ઋતુમાં આવનાર અશ્વિન મહિનાના નવરાત્રીને શારદીય નવરાત્રી પણ કહેવામાં આવે છે. 

વર્ષમાં ચાર નવરાત્રી હોય છે. જેમાંથી બે ગુપ્ત નવરાત્રી હોય છે. પરંતુ ચૈત્ર અને આશ્વિન માસની નવરાત્રી વધારે લોકપ્રિય હોય છે. એને મહાનવરાત્રી પણ કહેવામાં આવે છે. એનું એક કારણ એ પણ છે કે આ નવરાત્રી દશેરા પહેલા આવે છે. 

નવરાત્રી પર દેવી પૂજન અને 9 દિવસના વ્રતનું ખૂબ મહત્વ હોય છે. નવરાત્રીના 9 દિવસોમાં માં ના અલગ અલગ રૂપોની પૂજાને શક્તિની પૂજાના રૂપમાં પણ જોઇ શકાય છે. 

નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા થાય છે. શૈલરાજ હિમાલયની કન્યા હોવાને કારણએ એને શૈલપુત્રી પણ કહેવામાં આવ્યા છે. માં શૈલપુત્રી જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. એમનું વાહન વૃષભ છે. 

આ વખતે નવરાત્રીના પહેલા દિવસે જ મા બ્રહ્મચારિણીની પણ પૂજા થશે. બીજા દિનસે ચંદ્રઘંટા, ત્રીજા દિવસે કુષ્માંડા તો ચોથા જિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. પાંચમાં દિવસે સરસ્વતી મા, છઠ્ઠા દિવસે કાત્યાની અને સાતમાં દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવશે. આઠમાં દિવસે મહાગૌરી તો નવમાં દિવસે સિદ્ધિયાત્રીની પૂજા કરવામાં આવે છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story