બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં ગુજરાતીઓ ગરબે ઘૂમવા આતુર, આજથી નવરાત્રી ફેસ્ટિવલનો પ્રારંભ, જુઓ કાર્યક્રમનું શિડ્યુલ
Last Updated: 05:11 PM, 12 October 2024
આજે દશેરો છે એટલે કહી શકાય કે, હવે નવરાત્રી પૂર્ણ થઈ પરંતુ વિદેશની ધરતી પર જાણે હવે નવરાત્રી શરૂ થઈ હોય તેમ ગુજરાતીઓ ગરબાની રમઝટ બોલાવશે. કેમ નવરગં નવરાત્રી કેનેડા ખાતે આજથી ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. Diversity Cultural Association કેનેડા દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવરંગ નવરાત્રી ફેસ્ટિવલ કેનેડા 2024માં 12 થી 19 ઓક્ટોબર સુધી વિવિધ ગુજરાતી કલાકોર ગરબાની રમઝટ બોલાવશે
ADVERTISEMENT
ADVERTISEMENT
12 અને 13 ઓકટોબરએ આદિત્ય ગઢવી
નવરંગ નવરાત્રી ફેસ્ટિવલ કેનેડા 2024માં 12 અને 13 ઓકટોબરના રોજ કવિરાજ આદિત્ય ગઢવી ગરબાની રમઝટ બોલાવશે.
14થી 18 ઓક્ટોબર સુધી અતુલ પુરોહિત
14થી 18 ઓક્ટોબર સુધી અતુલ પુરોહિત નવરંગ નવરાત્રી ફેસ્ટિવલ કેનેડામાં ગરબા ગાઈને ગુજરાતીઓ ગરબે ગુમાવશે. અતુલ પુરોહિત તેમની આઇકોનિક ગરબા ધૂનને સ્ટેજ પરથી રજૂ કરી ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરશે
દિવ્યા ચૌધરીએ 19 ઓક્ટોબર
દિવ્યા ચૌધરીએ19 ઓક્ટોબરના રોજ નવરંગ નવરાત્રી ફેસ્ટિવલ કેનેડા 2024માં ધમાકેદાર ગરબા રજૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.