Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના સ્ટાર પ્રચારકમાં રાહુલ ગાંધી બાદ સિદ્ધુ ટોપ પર

વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના સ્ટાર પ્રચારકમાં રાહુલ ગાંધી બાદ સિદ્ધુ ટોપ પર
કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ ભલે કરતારપુર મુલાકાત અને કેપ્ટન અમરિંદર સિંહને લઈને વિવાદમાં હોય..પરંતુ ત્રણ હિન્દી ભાષી રાજ્યમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીમાં ડિમાન્ડની વાત કરીએ તો રાહુલ ગાંધી બાદ સિદ્ધુ ટોપ પર છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધી પોતાની વ્યસ્તતાના કારણે દરેક જગ્યાએ નથી પહોંચી શકતા.

જેથી પાર્ટીના અન્ય લોકપ્રિય નેતાઓને પ્રચાર માટે મોકલવામાં આવી રહ્યા છે. આ લિસ્ટમાં રાહુલ ગાંધી અને રાજ્યના મોટા નેતાઓ બાદ સિદ્ધુની માંગ સૌથી વધુ છે. પોતાની સારી સંવાદ શૈલી  માટે જાણીતા સિદ્ધુનું ભાષણ વોટરો વચ્ચે ઘણું લોકપ્રિય છે.

દરેક રાજ્યમાં કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે..જેમાં રાહુલ ગાંધી સહિત 50 નેતા સામેલ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજ નેતાઓથી પણ વધુ ડિમાન્ડ સિદ્ધુની છે.

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બાદ રાજસ્થાનના દ્રશ્યો પણ કંઈક આવા જ છે. કોંગ્રેસ તરફથી લોકોને આકર્ષવા અને ભીડ એકઠી કરવાની વાત કરવામાં આવે તો ક્રિકેટરમાંથી પોલિટિશયન બનેલા સિદ્ધુ બાદ બીજો નંબર કોઈ નેતાનો નહીં પરંતુ ફિલ્મ જગતથી રાજનીતિમાં આવેલા રાજબબ્બરનો છે.

કોંગ્રેસના રાજ્યસ્તરીય નેતાઓને છોડી દઈએ તો કેન્દ્રીય સ્તર પર પણ સિદ્ધુ અને રાજબબ્બરની જોડીએ સૌને પાછળ છોડી દીધા છે. આ ઉપરાંત રાહુલ ગાંધી બાદ કેન્દ્રીય નેતાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની પણ ડિમાન્ડ છે.

મધ્યપ્રદેશમાં મતદાન બાદ સિંધિયાએ હવે રાજસ્થાનમાં રેલીઓ શરૂ કરી છે..અને તેમની પણ જબરદસ્ત ડિમાન્ડ છે.

આ ઉપરાંત મધ્યપ્રદેશથી ફ્રી થઈને રાજપૂત રાજઘરાનોમાં દખલ કરનાર દિગ્વિજય સિંહ પણ રાજસ્થાન પહોંચી ગયા છે  અને પડદાની પાછળ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ગંગાજળ લઈને 10 દિવસમાં ખેડૂતોનું દેવુ માફ કરવાની સોગંદ ખાનારા આરપીએન સિંહની પણ માગ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ