Saturday, July 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જસદણમાં નવજોતસિંહ સિદ્ધુના બાવળિયા મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કહ્યું- ઠાકુર તો ગયો...

જસદણમાં નવજોતસિંહ સિદ્ધુના બાવળિયા  મોદી અને ભાજપ પર આકરા પ્રહારો  કહ્યું- ઠાકુર તો ગયો...
રાજકોટઃ જસદણ ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ બન્ને તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હાલ જસદણમાં કોંગ્રેસની જનસભા યોજાઇ છે. જેમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ સંબોધન કર્યું હતું. તેમણે ભાજપ અને મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મોદીજી કહેતા હતા કે બાવળિયાને કાઢીને ફેંકી દો. ઠાકુર તો ગયો મામા પણ ગયા અને હવે બાવળિયાનો વારો છે. દુઃખી લોકોમાં ઉમંગ ભરવા અહીં આવ્યો છું.

તેમણે કહ્યું કે સત્યની જંગ માટે મને મોકલવામાં આવ્યો છે. રાહુલ અને અહેમદ પટેલે મને અહીં મોકલ્યો છે. ના મોદી બચશે ના રૂપાણી બચશે. યુવાઓને રોજગારી અપાવવા આવ્યો છું. ભાજપે આપેલા વચનો પૂરા નથી કર્યા. ભાજપ સરકારે જનતાને શું આપ્યુ? 

PM મોદીની મિમિક્રી કરીને સિદ્ધુએ કર્યા ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે તમારા બેંક અકાઉન્ટમાં 15 લાખ જમા થયા? ગુજરાતમાં બુલેટ ટ્રેન શરૂ થઈ ખરી ? મગફળીના 1200 રૂપિયા ભાવ હતો ત્યારે મોદીજીનો જીવ બળતો હતો. કપાસના ભાવ મુદ્દે પણ સિદ્ધુએ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સિદ્ધુએ કપાસના ભાવને લઇને પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના સમયમાં મોદી કપાસના ભાવ મુદ્દે કોંગ્રેસની આલોચના કરતા હતા. હાલ કપાસના 900 રૂપિયા જ મળે છે. કોંગ્રેસની સરકાર વખતે કપાસનો ભાવ ખેડૂતોને રૂ.1400 મળતો હતો. રાહુલ ગાંધીએ 3 રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યુ. મોદીએ કપાસના ભાવ 2000 રૂપિયા કરવા જોઇએ. કોંગ્રેસ સરકાર વખતે કપાસના ભાવ મુદ્દે નરેન્દ્ર મોદી પ્રહાર કરતા હતા. વીજ બીલમાં માફી એ માત્ર લોલીપોપ છે. નવજોતસિંહ સિદ્ધુએ અવસર નાકીયાને પોતાની નજીક ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે એક ચૂંટણી નકશો બદલી દે છે. અવસરભાઇ મારાથી પણ મજબૂત છે. નવજોતસિંહ સિદ્ધુ પોતાના અંદાજમાં સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. સરકારની લોલીપોપે દેશના અન્નદાતાને ભિખારી બનાવ્યો છે. ખેડૂતોની હાલત ભિખારી જેવી કરી મુકી છે. અન્નદાતાને ભીખારી બનાવી દીધો છે. એક ચૂંટણી રાજકીય નકશો બદલી નાખતો હોય છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને ચોથો અવસર મળ્યો છે. મોદી અને રૂપાણીએ ખેડૂતોનુ ભલુ કર્યુ કે ઉદ્યોગોનું? ખેડૂતોને જેલમાં નાખવામાં આવે છે જ્યારે અદાણી સાથે પપ્પી-ઝપ્પી ચાલે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ