બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાતમાં શનિદેવ જે ગુફામાં સંતાયા હતા તે હજુ હયાત, જ્યાં હનુમાનજી અને શનિદેવ વચ્ચે થયું યુદ્ધ
Last Updated: 07:17 AM, 12 July 2024
બોટાદ શહેરનાં હરણકુઈ વિસ્તારમાં ઉતાવળી, મધુ નદીના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે પૌરાણિક નવ હથ્થા હનુમાનજીનુ મંદિર આવેલું છે. મંદિરમાં હજારો વર્ષ પહેલાની હનુમાનજીની સ્વયંભુ પ્રતિમા આવેલી છે. હનુમાનજીની પ્રતિમાને એક બાજુથી ગણત્રી કરો તો આઠ હાથ લાંબી અને બીજી બાજુથી ગણત્રી કરો તો નવ હાથ લાંબી થાય છે એટલે મંદિર નવ હથ્થા હનુમાન તરીકે પ્રચલિત છે. હાલ જ્યાં હનુમાનજીનુ મંદિર છે ત્યાં સાડાસાતી નિમિતે હનુમાનજી અને શનિદેવનુ યુદ્ધ થયુ હતુ..નવગ્રહો, ભોળાનાથ અને રામચંદ્ર ભગવાને યુદ્ધમાં દરમ્યાનગીરી કરતા હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા હતા....
ADVERTISEMENT
૧૦૦ વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર
૧૦૦ વર્ષ પહેલાં ભાવનગરના મહારાજાએ નવ હથ્થા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. નવ હથ્થા હનુમાનજીના મંદિરે સાતમ આઠમ, શ્રાવણ માસ, ગણેશ ચતુર્થી સહિતના ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં શહેરીજનો મંદિરે આવી દાદાના ચરણોમાં શીશ નમાવી પોતાના તમામ સંકટ દૂર કરવાની પ્રાર્થના કરે છે. પાંડવોએ વનવાસ દરમ્યાન હાલ હનુમાનજી મંદિર જે સ્થળે છે તેની મુલાકાત લીધી હોવાની લોકવાયકા છે. નવહથ્થા હનુમાનજીના દર્શન એકવાર કરો એટલે ભાવિકોની મનોકામના પૂર્ણ થાય જ છે.
ADVERTISEMENT
મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા
હજારો વર્ષ પહેલાં શનિદેવ અને હનુમાનજી દાદાનુ યુધ્ધ થયું હતું ત્યારે શનિદેવ ભાગીને જે ગુફામાં સંતાયા હતા તે ગુફા આજે પણ હયાત છે.મંદિરમાં મહાદેવનુ શિવલીંગ પણ પૌરાણિક છે. સવારે અને સાંજે ભગવાન સૂર્યનારાયણ પોતે શિવલીંગ પર પોતાના કિરણોથી અભિષેક કરે છે.
આ ઇતિહાસ પણ જોડાયેલો છે આ મંદિર સાથે
કાનપુર સ્ટેટના મહારાજા નાના સાહેબ પેશવા ૧૮૫૭ માં અંગ્રેજો સામે લડાઈમાં હારીને ૧૮૫૮ મા તેમના મંત્રીઓ સાથે નવહથ્થા હનુમાનજી મંદિર છે તે સ્થળે શરણ લીધી હતી અને સન્યાસ ધારણ કર્યો હતો.અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહી ચુકેલા નવહથ્થા હનુમાનજીના પૌરાણિક મંદિરનો હાલ વિકાસ કરી ભાવિકો માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
કોઈપણ સંકટ હોય દાદા પાસે માથું નમાવો એટલે તમામ સંકટ દાદા દુર કરે છે.
બોટાદ શહેરની મધ્યમાં આવેલા પુરાતન અને ઐતિહાસિક નવહથ્થા હનુમાનજી મંદિરે સવાર સાંજ શહેરીજનો દાદાને માથું નમાવવા આવે છે. કુદરતી વાતાવરણમા આવેલા નવહથ્થા હનુમાનજી મંદિરે શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિકો આકડાની માળા અને તેલ ચડાવે છે કોઈપણ દુખ હોય તે દાદા પાસે માથું નમાવો એટલે તમામ સંકટ દાદા દુર કરે છે..મંદિરમાં આવતાની સાથે જ શાંતિનો અહેસાસ થાય છે. સાચી શ્રદ્ધાથી જે પણ મનોકામના કરો તે અવશ્ય પૂર્ણ થવાનો ભક્તોને દ્રઢ વિશ્વાસ છે..
દાદાની પ્રતિમા સ્વયંભૂ છે
નવહથ્થા હનુમાનજીની જેવી પ્રતિમા અન્ય કોઈ જગ્યાએ નથી અને દાદાની પ્રતિમા સ્વયંભૂ છે ત્યારે દાદાએ કેટલાય લોકોના દુખ દુર કર્યાના પુરાવા પણ છે. મંદિરે ઉજવાતા ધાર્મિક તહેવારો અને લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં મંદિરે આવી દાદાના દર્શન કરી મેળાનો આનંદ માણે છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.