એસીડીટીથી રાહત મેળવવા માટે અપનાવો આસાન ઉપાયો, ઝડપથી મળશે રાહત

By : kaushal 05:36 PM, 12 July 2018 | Updated : 05:36 PM, 12 July 2018
ખાનપાનમાં ગડબડીના કારણે જો તમે એસીડીટી કે ગેસ્ટ્રીકની સમસ્યાથી પરેશાન રહો છો તો હવે ટેન્શન છોડી દો આ ઉપાયો પર આપો ધ્યાન. ઓફિસમાં બેસીને એસીડીટીના કારણે આવનારા ખાટા ઓડકારો કે પેટમાં ગેસ બનવાને કારણે વ્યક્તિનું કામ મુશ્કેલ થઈ જાય છે. એવામાં કેટલાક ઘરેલું ઉપાચાર તમારી મદદ કરી શકે છે.

લવિંગ

એસીડીટી કે ગેસ્ટ્રીકની સ્થિતિમાં બે લવિંગ ચાવો. તેના રસથી એસીડીટીમાં તરત રાહત મળે છે.

જીરુ

એક ચમચી જીરુ તવી પર સેકી લો. સેક્યા બાદ તેને હળવુ પીસીને એક ગ્લાસ પાણીમાં ભેળવી લો. જીરાના આ પાવડરને ભોજન બાદ જરૂરથી લો.

ગોળ

એસીડીટી કે છાતીમાં બળતરાની સ્થિતિમાં ગોળનો એક ટુકડો ચુસો. પરંતુ ડાયાબિટીસના દર્દીએ આ નુસ્ખાને ન અજમાવવું જોઈએ. 

તુલસીના પાન

તુલસીના પાનનું સેવન પણ એસીડીટીમાં આરામ અપાવે છે. પાંચથી છ તુલસીના પત્તા કે પછી તુલસીની ચા નું સેવન કરો, તમે તરત આરામ અનુભવસો.

છાસ

છાસ પેટને ઠંડક પહોંચાડવામાં ઘણી મદદગાર છે. તેમાં એક ચોથાઈ ભાગની ચમચી કાળુ મરચુ ભેળવીને તેનું સેવન કરો. તેનાથી એસીડીટીમાં તરત રાહત મળશે.

આદુ

ભોજનથી અડધા કલાક પહેલા આદુના નાના ટુકડા ખાવો. તેનાથી એસીડીટી અને અપચા જેવી સમસ્યામાં આરામ મળશે.  Recent Story

Popular Story