બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:28 PM, 18 April 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઈલેક્ટ્રિક વાહનો, નવીન ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. PM મોદીએ કહ્યું કે વાતચીત મુખ્યત્વે આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં થયેલી મુલાકાત દરમિયાન ચર્ચાયેલી બાબતો પર આધારિત રહી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું કે ભારત ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં અમેરિકા સાથે ભાગીદારી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.
ADVERTISEMENT
આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે એલન મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્ટારલિંક ભારતમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા માટે સરકાર સાથે વાર્તાલાપ કરી રહી છે. બીજી બાજુ, સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે Airtel અને Jio જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માંગે છે.
ADVERTISEMENT
Spoke to @elonmusk and talked about various issues, including the topics we covered during our meeting in Washington DC earlier this year. We discussed the immense potential for collaboration in the areas of technology and innovation. India remains committed to advancing our…
— Narendra Modi (@narendramodi) April 18, 2025
પ્રધાનમંત્રી મોદી અને મસ્કની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં થઈ હતી, જ્યાં બંને નેતાઓએ ઈલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઊર્જા અને અવકાશના ઉદયમાન ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ઉત્સાહભેર ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ મસ્કના ત્રણ બાળકોને ભારતીય સાહિત્યની પુસ્તકો ભેટમાં આપી હતી જેમાં રવીન્દ્રનાથ ટાગોરની ધ ક્રેસન્ટ મૂન, આર.કે. નારાયણનું ધ ગ્રેટ આર.કે. નારાયણ કલેક્શન અને પંડિત વિષ્ણુ શર્માનું પંચતંત્ર શામેલ હતું. બાદમાં સોશિયલ મીડિયામાં એક તસવીર પણ શેર કરવામાં આવી હતી જેમાં બાળકો આ પુસ્તકો વાંચી રહ્યા છે.
આ પણ વાંચો : અમેરિકી સુપ્રીમ કોર્ટમાંથી ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, આ નિર્ણય પર લગાવી રોક, જાણો
એલન મસ્ક સાથેની મુલાકાત પછીની એક પોસ્ટમાં, PM મોદીએ લખ્યું, "વોશિંગ્ટન ડીસીમાં એલોન મસ્ક સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે અવકાશ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી જે બધામાં એલન ખાસ રસ ધરાવે છે. મેં તેમને ભારતના સુધારાઓ અને 'લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન' ની નીતિ વિશે પણ માહિતી આપી."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.