બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોણ છે પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રા સાથે દેખાતી પ્રિયંકા સેનાપતિ? વિવાદમાં આવતા જ ભર્યું ચોંકાવનારું પગલું
Last Updated: 03:21 PM, 19 May 2025
YouTuber Priyanka Senapati : હરિયાણા પોલીસે જાસૂસીના આરોપસર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કર્યા બાદ ઓડિશા પોલીસે પુરી સ્થિત યુટ્યુબર પ્રિયંકા સેનાપતિ સામે તપાસ શરૂ કરી છે. ટ્રાવેલ વિથ જિયો નામની યુટ્યુબ ચેનલ ચલાવતા મલ્હોત્રાની 17 મેના રોજ દાનિશ નામના હાઇ કમિશનના અધિકારી દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મે મહિનાની શરૂઆતમાં જાસૂસી પ્રવૃત્તિઓ માટે દાનિશને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ દરમિયાન તપાસકર્તાઓને જાણવા મળ્યું કે, મલ્હોત્રા સપ્ટેમ્બર 2024માં પુરીની મુલાકાતે ગયા હતા અને સેનાપતિ જે એક અન્ય ટ્રાવેલ વ્લોગર હતી તેમને મળી હતી. ઓડિશા પોલીસની ટીમે સેનાપતિના મલ્હોત્રા સાથેના સંપર્કની તપાસ કરવા માટે પુરીમાં તેમના ઘરની મુલાકાત લીધી હતી. પુરીના SP વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે, મલ્હોત્રાની મુલાકાતનો હેતુ, તે ક્યાં રોકાઈ હતી અને તે કોને મળી હતી તેની હરિયાણા પોલીસ સાથે સંકલન કરીને બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ તરફ પોતાનો બચાવ કરવા માટે યુટ્યુબર પ્રિયંકા સેનાપતિએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, તેમને મલ્હોત્રાના પાકિસ્તાની એજન્સીઓ સાથેના કથિત સંબંધો વિશે ખબર નહોતી. સેનાપતિએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, તે ફક્ત એક યુટ્યુબર હતી જેને હું કન્ટેન્ટ કોલેબોરેશન દ્વારા જાણતી હતી. જો મને ખબર હોત કે તે શું કરી રહી છે, તો હું તેની સાથે સંપર્કમાં ન રહી હોત. તેમણે ખાતરી આપી કે, તેઓ તપાસમાં દરેક રીતે સહયોગ કરવા તૈયાર છે. વિવાદ પછી તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખાનગી બનાવ્યું.
યુટ્યુબ પર 14,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 20,000 ફોલોઅર્સ સાથે સેનાપતિ ઓડિશા અને તેના કન્ટેન્ટ માટે લોકપ્રિય છે. રસપ્રદ વાત એ છે કે, તેણે માર્ચ 2025માં પાકિસ્તાનથી એક વ્લોગ અપલોડ કર્યો હતો જે હવે સમાચારમાં છે. મલ્હોત્રા સાથેની મુલાકાત દરમિયાન કોઈ સંવેદનશીલ માહિતીની આપ-લે થઈ હતી કે કેમ તે અંગે અધિકારીઓ હજુ સુધી ખાતરી કરી શક્યા નથી. તપાસ ચાલુ હોવાથી વધુ માહિતી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT