બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:59 PM, 15 April 2025
દેશમાં હવામાન ફરી એકવાર બગડશે. એક તરફ આકાશમાંથી આગનો વરસાદ થઈ રહ્યો છે, તો બીજી તરફ તોફાન સાથે વરસાદ પડશે. ધૂળનું તોફાન અને વરસાદ ગરમીથી રાહત આપશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે પશ્ચિમી વિક્ષોભ પણ એક્ટિવ છે. આને લઈને ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જારી કર્યું છે.
ADVERTISEMENT
એક એર સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમી રાજસ્થાન પર, બીજું દક્ષિણ મધ્ય પ્રદેશના મધ્ય ભાગ પર, ત્રીજું મન્નારની ખાડી પર, ચોથું દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના તમિલનાડુ પર અને પાંચમું પશ્ચિમ આસામ પર બન્યું છે. એક ટ્રાફ (trough) મધ્ય દક્ષિણ મધ્યપ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ ગંગા પશ્ચિમ બંગાળ સુધી છે, જ્યારે બીજો ટ્રાફ મધ્ય દક્ષિણ મધ્યપ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી છે. તેની અસરને કારણે ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે.
ADVERTISEMENT
ધૂળનું તોફાન આવશે, વાદળો વરસશે
આગામી 5 દિવસ સુધી ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં વાવાઝોડા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારેથી અતિભારે વરસાદ પડશે. 16 એપ્રિલે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં વરસાદ અને ધૂળની આંધી આવશે. 17 એપ્રિલે બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં અને 16-17 એપ્રિલે આસામમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. ઝારખંડ, ઓડિશા અને મેઘાલયમાં 16-18 એપ્રિલ દરમિયાન વરસાદ સાથે કરા પડશે અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
વધુ વાંચો: છોકરીઓને ગંદા મેસેજ કરતો, રાત્રે રૂમમાં બોલાવતો, કોલેજના પ્રિન્સિપાલની કરતૂતનો ભાંડો ફૂટ્યો
ફરી એક્ટિવ થશે પશ્ચિમી વિક્ષોભ
16 થી 20 એપ્રિલ દરમિયાન પશ્ચિમી હિમાલય પ્રદેશને પશ્ચિમી વિક્ષોભ અસર કરશે, જેના કારણે 18 થી 19 એપ્રિલ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદ અને કરા પડશે. 18 થી 20 એપ્રિલ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 16-17 એપ્રિલના રોજ રાજસ્થાનમાં છૂટાછવાયા ધૂળના તોફાન આવવાની શક્યતા છે. 17-18 એપ્રિલે હિમાલય અને ગંગા પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 16 એપ્રિલે છત્તીસગઢમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 17 એપ્રિલે કેરળમાં વરસાદ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.