બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અન્ય જિલ્લા / ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે, વાવાઝોડા સાથે કરા પડશે, 24 રાજ્યોમાં વરસાદની આગાહી
Last Updated: 07:59 AM, 16 April 2025
Weather Update : ગુજરાત સહિત દેશભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આ તરફ અસહ્ય ગરમીને કારણે લોકો બપોરના સમયે જરૂરિયાત મુજબ જ બહાર નીકળી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે ફરી એકવાર હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. વિગતો મુજબ એક તરફ આકાશમાંથી જાણે આગની જ્વાળાઓનો વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ તોફાન સાથે વરસાદ પડશે. મહત્વનું છે કે, આગામી દિવસોએ ધૂળનું તોફાન અને વરસાદ ગરમીથી રાહત આપશે. ચક્રવાતી પરિભ્રમણની સાથે પશ્ચિમી વિક્ષોભ પણ સક્રિય છે.
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે, એક વાયુ ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ રાજસ્થાન પર, બીજું દક્ષિણ મધ્ય પ્રદેશના મધ્ય ભાગ પર, ત્રીજું મન્નારના અખાત પર, ચોથું દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના તમિલનાડુ પર અને પાંચમું પશ્ચિમ આસામ પર રચાય છે. એક ટ્રફ મધ્ય દક્ષિણ મધ્યપ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ ગંગા પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરેલો છે જ્યારે બીજો ટ્રફ મધ્ય દક્ષિણ મધ્યપ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી વિસ્તરેલો છે. તેની અસરને કારણે ઘણા રાજ્યોમાં તોફાન સાથે ભારે વરસાદ પડશે.
ADVERTISEMENT
ધૂળનું તોફાન ફૂંકાશે અને વરસાદને લઈ ગરમીથી મળશે રાહત
હવામાનની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સુધી ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં વાવાઝોડા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આજે એટલે કે 16 એપ્રિલે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં વરસાદ અને ધૂળની આંધી આવશે. 17 એપ્રિલે બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં અને 16-17 એપ્રિલે આસામમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. ઝારખંડ, ઓડિશા અને મેઘાલયમાં 16-18 એપ્રિલ દરમિયાન વરસાદ સાથે કરા પડશે અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
दैनिक मौसम परिचर्चा (15.04.2025)
— India Meteorological Department (@Indiametdept) April 15, 2025
YouTube : https://t.co/2IqC6yBHUa
Facebook : https://t.co/AeNxSd9WSx#imd #india #rain #weatherupdate #weatherforecast #Rainfall #mausam #thunderstorm #hailstorm #heatwave@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/3VwKozczxD
તો શું પશ્ચિમી વિક્ષેપ ફરી સક્રિય થશે ?
હવામાન અપડેટ મુજબ આજથી થી 20 એપ્રિલ દરમિયાન પશ્ચિમી હિમાલય પ્રદેશને પશ્ચિમી વિક્ષેપ અસર કરશે, જેના કારણે 18 થી 19 એપ્રિલ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદ અને કરા પડશે. 18 થી 20 એપ્રિલ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 16-17 એપ્રિલના રોજ રાજસ્થાનમાં છૂટાછવાયા ધૂળના તોફાન આવવાની શક્યતા છે. 17-18એપ્રિલે હિમાલય અને ગંગા પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 16 એપ્રિલે છત્તીસગઢમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 17 એપ્રિલે કેરળમાં વરસાદ પડશે.
Multi-Hazard Warning for 16th April, 2025
— India Meteorological Department (@Indiametdept) April 15, 2025
मल्टी-हज़ार्ड वॉर्निंग 16 अप्रैल, 2025 के लिए #imd #WeatherUpdate #mausam #thunderstorm #rainfall #hailstorm #heatwave #warmnight #DustStorm @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/kQv6x46y5O
ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં તાપમાન 2-3°C સુધી વધશે
આગામી 4 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન 2-4°C વધવાની શક્યતા છે, પરંતુ આગામી 3 દિવસ દરમિયાન ધીમે ધીમે 2-4°Cનો ઘટાડો થશે. આગામી 2 દિવસમાં મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. આગામી 5 દિવસમાં મહારાષ્ટ્રના આંતરિક ભાગોમાં તાપમાન 2-3°C સુધી વધી શકે છે જ્યારે ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં તાપમાન 2-3°C સુધી વધશે.
વધુ વાંચો : રામ મંદિર બાદ હવે મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસને ફોન આવતા હડકંપ
IMD દ્વારા હીટ વેવ એલર્ટ જાહેર
IMD એ ગરમી અને ગરમીના મોજા અંગે ચેતવણી જાહેર કરી છે. 16-18 એપ્રિલ દરમિયાન રાજસ્થાનમાં ગરમીની લહેર ચાલુ રહેશે જ્યારે ગુજરાતમાં 15-17 એપ્રિલ દરમિયાન તીવ્ર ગરમીનો અહેસાસ થશે. ગોવા અને કોંકણ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્રમાં ગરમ પવન ફૂંકાશે. સોમવારે દેશભરમાં રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ 45.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
વધુ વાંચો : ઉનાળામાં કાળજાળ ગરમી વચ્ચે હીટવેવથી અને લૂ થી બચવા આટલું કરો, જાણો અહીં
મહારાષ્ટ્ર, ઉત્તર તેલંગાણા, આંતરિક ઓડિશા, આંતરિક રાયલસીમામાં મહત્તમ તાપમાન 40-44 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં નોંધાયું હતું જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, ગોવા, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં મહત્તમ તાપમાન 35-39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. દિલ્હી NCRમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 36 થી 38 ડિગ્રી અને 22 થી 24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું. 16 થી 18 એપ્રિલ સુધી દિલ્હી NCRમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ટેકનોલોજી / પહેલગામ આતંકવાદી હુમલામાં ડિજિટલ ફૂટપ્રિન્ટથી ખુલ્યું પાકિસ્તાન કનેક્શનનું રહસ્ય, જાણો તે શું છે
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.