બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:13 AM, 15 March 2025
દેશભરમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ હવામાન સતત બદલાઈ રહ્યું છે. કેટલાય વિસ્તારોમાં તાપમાન વધી રહ્યું છે તો ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે લોકો હળવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત દેશના કેટલાક રાજ્યોમાં હિમવર્ષા અટકવાનું નામ નથી લઈ રહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી આવું જ હવામાન રહેવાની ધારણા છે. વિભાગની આગાહી મુજબ, આજે દિલ્હીમાં હવામાન બદલાવાની ધારણા છે. IMD પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33-35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16-18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હોળીના દિવસે પણ એટલે કે 14 માર્ચે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, શુક્રવારે દિલ્હીમાં આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો અને મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 7.3 ડિગ્રી વધારે છે.
— RWFC New Delhi (@RWFC_ND) March 14, 2025
ADVERTISEMENT
વરસાદ થવાની સંભાવના
ઉત્તર પ્રદેશમાં પણ હવામાન બદલાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 થી 17 માર્ચ દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવો ઝરમર વરસાદ પડી શકે છે. માહિતી અનુસાર, આ દરમિયાન 40 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા પણ છે. રાજસ્થાનમાં હવામાન બદલાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બપોરે રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવો વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
હવામાનમાં થશે પલટો
બિહારમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાન સતત વધી રહ્યું છે. રાજ્યનું દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતા બે થી ત્રણ ડિગ્રી વધારે રહે છે. જોકે, આજે રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. આ ઉપરાંત, આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં હળવો ઝરમર વરસાદ પડી શકે છે. 17 માર્ચથી રાજ્યનું હવામાનમાં ફરી એકવાર બદલાવાની સંભાવના છે.
Daily Weather Briefing English (14.03.2025)
— India Meteorological Department (@Indiametdept) March 14, 2025
YouTube : https://t.co/6rncceJlan
Facebook : https://t.co/jtfn1cincH#imd #india #rain #weatherupdate #weatherforecast #weathernews #rainfallupdate #Winds #mausam #thunderstorm #heatwave@moesgoi @ndmaindia @DDNational… pic.twitter.com/QFZeJNsCTB
આ રાજ્યોમાં હીટવેવની સંભાવના
મધ્યપ્રદેશમાં તાપમાન સતત વધી રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માર્ચ મહિનામાં જ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાપમાનમાં વધુ વધારો થવાની ધારણા છે. આ ઉપરાંત ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં હીટવેવની શક્યતા છે.
આ પણ વાંચો: રૂપિયાનો સિમ્બોલ '₹' કોણે કર્યો હતો ડિઝાઇન? ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો હતું રજૂ
હિમવર્ષાને લઈને યેલો એલર્ટ
આજે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે 12 માંથી છ જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની યેલો એલર્ટ પણ જારી કર્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુધી જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ મુસાફરો, પ્રવાસીઓને વહીવટી અને ટ્રાફિક સલાહનું પાલન કરવાની સલાહ આપી છે. ઉત્તરાખંડના હવામાનમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. હવામાન વિભાગે હવામાન અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.