બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:02 PM, 25 April 2025
અત્યારના સમયમાં યુવાનોના વર્તન અને તેમના જાહેર સ્થળે બતાવાતા વર્તનની ચર્ચા સતત વધતી જાય છે. હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવાન યુવતી સાથે લિફ્ટમાં આલિંગન અને ચુંબન કરતા જોવા મળ્યા હતા, જ્યારે ત્રીજી છોકરી પણ લિફ્ટમાં હાજર હતી. આ સમગ્ર ઘટના લિફ્ટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો “JokerOf_India” નામના એકાઉન્ટ પરથી 21 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વ્યૂઝ અને અનેક કોમેન્ટ્સ મળી ચુકી છે.
ADVERTISEMENT
વિડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો અને બે છોકરીઓ લિફ્ટમાં પ્રવેશ કરે છે. કાળી ટી-શર્ટ અને ચશ્મા પહેરેલી છોકરી ગુસ્સામાં લાગે છે. છોકરો તેને સમજાવવાનો પ્રયાસ કરે છે અને પછી તેને ચુંબન કરે છે. યુવતી વિરોધ કરતી નથી અને બન્ને વચ્ચે વાતચીત પણ થાય છે. ત્રીજી છોકરી શાંતભાવે બધું જોઈ રહી છે. દરમિયાન, તેઓ બિનજરૂરી રીતે લિફ્ટના બટનો દબાવતા પણ જોવા મળે છે. છોકરો ફરી ગળે લાગીને માફી માંગે છે. ત્રીજી છોકરી કેમેરા તરફ જોઈને કંઈક સંકેત આપે છે કે કેમેરો ચાલુ છે. અંતે લિફ્ટના દરવાજા ખુલતા ત્રણેય બહાર નીકળી જાય છે.
ADVERTISEMENT
આ વીડિયાને લઈ લોકોના પ્રતિસાદ મળ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે યુવાનીમાં આ બધું સામાન્ય છે, તો કેટલાકે એવી ટીકા પણ કરી કે જાહેર સ્થળે આવું કરવું યોગ્ય નથી. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે લિફ્ટમાં રહેલી ત્રીજી છોકરીએ કદાચ વિચાર્યું હશે કે એને પણ કોઈ ગળે લાગે!
वाह!! सुनहरे भविष्य की और बढ़ते युवा👏👏 pic.twitter.com/LFk1voJGon
— Joker of India (@JokerOf_India) April 21, 2025
વિડિયો પોસ્ટ કરનાર “JokerOf_India” સામે પણ અનેક લોકોએ અવાજ ઉઠાવ્યો છે. ઘણા લોકોએ કહ્યું કે એવું ખાનગી પળો ધરાવતો વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવો ખોટું છે. ઓછામાં ઓછું ચહેરા તો ઝાંખા કરવાં જોઈએ. તેણે જવાબ આપ્યો કે તેને કોઈ વાંધો નથી પણ લોકોનું કહેવું છે કે આમ વ્યક્તિગત મોમેન્ટ્સને જાહેર કરવું એ ગેરવર્તન છે.
આ પણ વાંચો : વરરાજાએ કન્યાના હાથમાં જોઈ એવી વસ્તુ કે, પોતાને રોકી ન શક્ય, કરી નાખ્યું કૃત્ય
આ ઘટના ક્યાં બની હતી એ વિશે તો સ્પષ્ટ માહિતી નથી, પણ આ વીડિયોના લીધે એવું સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ ઘટના કેટલી ઝડપથી ફેલાઈ શકે છે અને તેની અસર કેટલી ઊંડી હોઈ શકે છે. આવી ઘટનાઓ સમાજ માટે વિચાર કરવાનાં મુદ્દા ઉભા કરે છે ખાસ કરીને આઝાદી અને જવાબદારી વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે વિષયમાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.