બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:13 PM, 23 March 2025
ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં વીજળી વિભાગના એક ફરજ પરના અધિકારી એસડીઓનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક કોન્ટ્રાક્ટ કર્મચારીને ક્યાં પકડીને ઊઠબેસ કરાવતા નજર આવી રહ્યા છે. અને આ ઊઠબેસ કરાવતો વીડિયો વાયરલ થયો છે અને ત્યાર પછી તપાસ માટે આમામલો હાલ આગળ વધ્યો છે ત્યારે આ વીડિયો વીજળી વિભાગના એસડીઓ ઇન્દુ શેખરના કાર્યાલયનો હોવાનું કહેવાય છે. કોન્ટ્રાક્ટ કર્મચારીને સજા ફટકારનાર વ્યક્તિ પણ એસડીઓ ઇન્દુ શેખર છે.
ADVERTISEMENT
रायबरेली
— Satish mishra (@Satishm27283500) March 23, 2025
विद्युत विभाग के एसडीओ का हिटलर शाही अंदाज
संविदा कर्मी से बाकायदा दफ्तर में कान पकड़ कर उठक बैठक करवाया
जिसका वीडियो सोशल मीडिया पर हुआ वायरल
संविदा कर्मचारियों ने विरोध कर हुए लामबंद
उच्च अधिकारियों को सौंपा ज्ञापन
ऊंचाहार के एसडीओ ऑफिस का बताया जा रहा वीडियो pic.twitter.com/0gdD6TTn2R
મળતી માહિતી મુજબ જ્યારે એસીડીઓ અધિકારી ગ્રામીણ વિસ્તારમાં તપાસ માટે ગયા એ વખતે કોન્ટ્રાક્ટર સૂરજ ભાને ગામના લોકોને અગાઉથી ચેતવી દીધા અને જેના લીધે ગામમાં વીજળીને લાગતું બધુ બરાબર હોવાનું જાણવા મળ્યું. પરંતુ જ્યારે આ વાત વિશે એસડીઓ ઈન્દુ શેખરને આ અંગે જાણ થઈ તો તેમને ગુસ્સો આવ્યો અને તેમણે કોન્ટ્રાક્ટ વર્કરને ઓફિસમાં બોલાવ્યો અને મીટિંગમાં બોલાવ્યો. આ કિસ્સામાં સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર (ગ્રામીણ) એ વીડિયોની નોંધ લીધી છે અને તપાસ કાર્યપાલક ઇજનેરને સોંપી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આ ગામના યુવકો સાથે લગ્ન કરવા તૈયાર નથી છોકરીઓ, નથી જન્મતું કોઈ બાળક
જો કે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @ Satishm27283500 નામના એકઉઆન્ત પરથી શેર થયો છે. અને તેમાં આ અધિકરીને તાનાશાહ ગણાવ્યા છે. જો કે આ મામલે તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.