બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / બેબી બમ્પ સાથે પ્રેગ્નન્ટ મહિલા ડૉક્ટરે કર્યો જોરદાર ડાન્સ, પરંતુ થઇ ગઇ ટ્રોલ, કહ્યું 'પ્રેગ્નન્સી કો મજાક...'
Last Updated: 11:38 AM, 19 May 2025
આજના સમયમાં દરેક લોકો પોતાને ફેમસ થવા પર લાગ્યા છે. જે કારણે ઘણી વાર લોકો એવી હરકત કરી જાય છે. જેની કોઈએ આશા પણ ન કરી હોય! એવામાં ઘણી વાર લોકો પોતાના એકાઉન્ટ પર એવા-એવા વિડીયો શેર કરે છે. જેનું કોઈએ વિચાર્યું પણ ન હોય! આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
UKમાં રહેતી ભારતીય મૂળની ડૉક્ટર સોનમ દહિયાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં તે પોતાનો બેબી બમ્પ દેખાડતી સાથે બોલિવૂડના લોકપ્રિય ગીત 'ડિંગ ડોંગ ડોલે' પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો ૩ મેના રોજ તેણે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં ડૉ. સોનમ કોરિયોગ્રાફર આદિલ ખાન સાથે આનંદથી ડાન્સ કરતી નજરે પડે છે. અત્યાર સુધીમાં આ વીડિયો 5 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકો તેની પર પ્રતિસાદ આપી ચૂક્યા છે.
ADVERTISEMENT
આ વીડિયોને લઈને લોકોમાં મળતી-જળતી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણાં યુઝર્સે ડૉ. દહિયાની હિંમત, આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાની ખૂબ પ્રશંસા કરી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે તે પ્રેરણાસ્ત્રોત બની છે. લોકોએ તેની સક્રિય જીવનશૈલી અને પ્રસન્ન મનોદશાની પ્રશંસા કરતાં લખ્યું કે તે ઘણી બહાદુર અને શક્તિશાળી છે. બીજી તરફ, કેટલીક લોકોએ એ પ્રશ્ન કર્યો કે શું ગર્ભાવસ્થામાં આ રીતે ઉર્જાવાન ડાન્સ કરવું સલામત છે? કેટલાક યુઝર્સે ચિંતા વ્યક્ત કરતાં લખ્યું કે શું બાળક માટે આવું સલામત રહેશે?
આ પ્રશ્નોના જવાબમાં ડૉ. સોનમ દહિયાએ બીજી પોસ્ટ કરીને સ્પષ્ટતા આપી. તેણીએ લખ્યું કે પોતે ડૉક્ટર હોવાને કારણે તેને ખબર છે કે જો ગર્ભવતી સ્ત્રી સ્વસ્થ હોય અને કોઈ પ્રકારની જટિલતા ન હોય તો કસરત કરવી સંપૂર્ણપણે સલામત છે. એવું કરવાથી સમય પહેલાં પ્રસૂતિ થવાનો ખતરો નથી. પરંતુ દરેક મહિલાએ પોતાની હાલત પ્રમાણે પોતાના ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
તેણે પોતાના પહેરવેશ અને ઇરાદાઓ પર થયેલી ટીકાઓ પર પણ જવાબ આપ્યો. તેણે કહ્યું કે કસરત એક વ્યક્તિગત અનુભવ છે અને કોણે શું પહેરવું તે પણ સંપૂર્ણપણે વ્યક્તિની પસંદગી હોય છે. તે કપડાં પહેરીને તેને આત્મબળ અને આત્મવિશ્વાસ મળે છે. છેલ્લે તેણે લખ્યું કે દુનિયામાં દયા અને સમજણ હોવી જોઈએ, ન કે બીજાની ટીકા કરવી. દરેક વ્યક્તિને પોતાના શરીર અને જીવન અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. "તમારું શરીર, તમારી પસંદગી" તેવો સ્પષ્ટ સંદેશ તેણીએ આપ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT