બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:26 PM, 18 April 2025
સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. લોકો રીલના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. તમે અનેક વિડિઓ જોયા હશે જેમાં લોકો જોખમભરી જગ્યાએ રીલ બનાવતા જોવા મળે છે. બીજી તરફ, એવા પણ લોકો હોય છે જે જાહેર સ્થળોએ રીલ બનાવે છે. તાજેતરમાં એવો જ એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પંજાબના લુધિયાણા શહેરની છોકરીઓ હાઇવે પર ડાંસ કરતી જોવા મળે છે, જેના કારણે લોકોને ટ્રાફિકની મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
અહીં ગ્યાસપુરા ચોક પાસે બે યુવતીઓએ હાઇવેની વચ્ચે ડાન્સ કરીને એક રીલ બનાવી, જેનાથી ટ્રાફિક જામ થઈ ગયો. લોકોનું કહેવું છે કે આ યુવતીઓ લગભગ 5 મિનિટ સુધી રસ્તાની વચ્ચે ડાન્સ કરતી રહી. આ ઘટનાનો 26 સેકન્ડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે યુવતીઓ ફ્લાયઓવર નીચે રસ્તાની વચ્ચે ઊભી રહીને ડાન્સ કરી રહી છે. એક યુવતી વેસ્ટર્ન ડ્રેસમાં છે જ્યારે બીજી ઈન્ડિયન ડ્રેસ (સૂટ)માં છે. બંનેએ ડાન્સ દરમિયાન વારંવાર પોતાના વાળ હલાવ્યા અને ડાંસ કરી રહ્યા છે. તેમની આ હરકતને જોઈને આસપાસના લોકો પણ રોકાઈ ગયા અને કેટલાકે તેમના વીડિયો પણ શૂટ કર્યા.
ADVERTISEMENT
ડાન્સના કારણે રસ્તા પર વાહનો અટકી પડ્યા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો. રસ્તા પર પસાર થતા કેટલાક લોકો આ ઘટનાથી નારાજ થયા અને પોલીસે ફરિયાદ કરી. ઘણીવાર આવું જોવા મળે છે કે સોશિયલ મીડિયા માટે લોકોએ જાહેર સ્થળે કોઈપણ જાતનો સંયમ રાખતા નથી. કેટલાક લોકોએ યુવતીઓની હરકતને "અશ્લીલ" પણ ગણાવી. કેટલીક મહિલાઓએ પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, "અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ, પણ તેની સાથે સંસ્કાર અને સંયમ પણ હોવો જરૂરી છે."
इन रीलबाजों से भगवान बचाए! अब लुधियाना में बीच सड़क युवतियों ने रील बनाने के लिए लगाए ठुमके, लगा ट्रैफिक जाम.... @PunjabPoliceInd pic.twitter.com/ZYf83kAc2a
— Rahul (@rahuljuly14) April 18, 2025
પોલીસે જણાવ્યું છે કે, હાઈવે પર ડાન્સ કરીને રીલ બનાવવી ટ્રાફિક નિયમોના સંપૂર્ણ વિરુદ્ધ છે. ACP ટ્રાફિક અધિકારીએ કહ્યું કે, "અમે વીડિયોના આધારે યુવતીઓની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આમ બિનજરૂરી રીતે ટ્રાફિક અટકાવવી અને જાહેર સ્થળ પર આવું કરવું યોગ્ય નથી."
આ પણ વાંચો : ત્રણ યુવતીઓની જરૂરિયાત વધી, તો કરી નાખ્યું એવું કામ કે, પોલીસ પણ રહી ગઈ દંગ
આવું એક ઘટના થોડા સમય પહેલા ચંડીગઢમાં પણ સામે આવી હતી. ત્યાં એક મહિલાએ ઝેબ્રા ક્રોસિંગ પર હરિયાણવી ગીત પર ડાન્સ કરીને રીલ બનાવી હતી. જાણવા મળ્યું હતું કે તે ચંડીગઢ પોલીસના એક કર્મચારીની પત્ની હતી. તેની પણ હરકતના કારણે ટ્રાફિક જામ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.