બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:59 PM, 15 April 2025
હાલમાં એક દાદા સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. જી હાં આ દાદાનો એક વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં દાદા દારુ વિશે વાત કરી રહ્યા છે. દારૂ પીનારા લોકો ક્યારેય સ્વીકારતા નથી કે દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કોઈ તેને દારૂ છોડવાનું કહેશે, તો તે તેને દારૂ પીવાના 10 ફાયદા જણાવશે. હાલમાં આવા જ એક દારૂડિયા કાકાનો વીડિયો આજકાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લોકોને દારૂ પીવા પાછળનો પોતાનો વિચિત્ર તર્ક આપતો જોવા મળે છે.
ADVERTISEMENT
गजब का लॉजिक है अंकल का 🤓🤓 pic.twitter.com/NHguVEFFrt
— Professor of memes (@prof_desi) April 14, 2025
આ કાકા લોકોને સમજાવી રહ્યા છે કે દારૂ પીવાથી કેટલો ફાયદો થઈ શકે છે. આ વીડિયોમાં કાકા પેગ બનાવતા અને કેમેરાને બતાવતા જોઈ શકાય છે. કાકા દારૂ પર ખૂબ જ વિચિત્ર દલીલો કરતા સાંભળી શકાય છે. કાકા કેમેરા સામે પોતાનો પેગ પીતા કહે છે કે દારૂનો એક પેગ તમારા જીવનના 5 મિનિટ ઘટાડી દે છે. એક સ્મિત તમારા જીવનમાં 10 મિનિટનો ઉમેરો કરે છે. જો તમે હસતા હસતા દારૂ પીશો તો તમને તે 5 મિનિટનો ચોક્કસ ફાયદો થશે. આ વાયરલ વીડિયો સોશિયલ સાઇટ X પર @prof_desi નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં તેને 36 હજારથી વધારે લોકો દ્વારા જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO: ગેસના ચૂલાનો બાથરૂમમાં એવો ઉપયોગ કે તમે વિચારી પણ ન શકો, જુઓ વીડિયો
દારૂ પીવાની આ પદ્ધતિ પાછળના વીડિયોમાં દાદાએ આપેલા તર્ક સાંભળીને લોકો અચંબામાં પડી ગયા. તેમનો તર્ક જેટલો વિચિત્ર હતો તેટલો જ મજેદાર પણ હતો. તેની દલીલ સાંભળીને લોકો ખૂબ હસ્યા. ઘણા લોકોએ તેમના તર્કને સમર્થન પણ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, કાકા પાસે અદ્ભુત તર્ક છે. તો બીજા યુઝરે લખ્યું કે, હવે ડ્રગ્સના વ્યસની ક્યારેય મરશે નહીં. ત્રીજાએ લખ્યું,સ્મિત સાથે તમારી ઉંમર વધારો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.