બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: આ તો ઊંધું થઈ ગયું! સ્ટેજ પર નાચતા યુવક પર છોકરીઓએ કર્યો પૈસાનો વરસાદ

વાયરલ / VIDEO: આ તો ઊંધું થઈ ગયું! સ્ટેજ પર નાચતા યુવક પર છોકરીઓએ કર્યો પૈસાનો વરસાદ

Last Updated: 11:36 PM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઓર્કેસ્ટ્રામાં છોકરો નાચી રહ્યો છે અને છોકરીઓ તેની આજુ બાજુ તેને ઘેરીને ઊભી છે. જાણો શું હતું વીડિયોમાં?

જ્યારે લોકો મનોરંજનની શોધમાં હોય છે, ત્યારે તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા તરફ વળે છે જ્યાં ઘણા વીડિયો મળી રહે છે. દરરોજ કંઈક અનોખું કે રમૂજી કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતું રહે છે. હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલીક છોકરીઓ નૃત્ય કરતા છોકરાને રૂપિયા આપી રહી છે. આ વીડિયોની ભારે ચર્ચા થઈ રહી છે.

ઓર્કેસ્ટ્રામાં ડાન્સ કરતા છોકરાને છોકરીઓએ આપ્યા રૂપિયા

તમે ઘણીવાર ઓર્કેસ્ટ્રાવાળા વીડિયો જોયા હશે, જેમાં મંચ પર મહિલાઓ કે છોકરીઓ નાચતી હોય છે અને પુરૂષો તેમને રૂપિયા આપતા હોય છે. પરંતુ આ વાયરલ વીડિયોમાં દૃશ્ય બિલકુલ ઊંધું જોવા મળે છે. તેમાં એક પુરૂષ મંચ પર ડાન્સ કરતા નજર આવે છે અને નીચે હાજર મહિલાઓ તેને રૂપિયા આપી રહી છે.

છોકરીઓના એક્સપ્રેશન પરથી લાગે છે કે આ બધું મજાકના મૂડમાં કરવામાં આવ્યું છે, છતાં પણ આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

જોકે vtvgujarati.com આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી અને તેને સમર્થન આપતું નથી.

વીડિયો પર આવેલી કમેન્ટ્સ

આ વીડિયો જોયા બાદ ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "છોકરાનો નાચ થઈ રહ્યો છે," જ્યારે બીજા યુઝરે લખ્યું, "મારો દેશ ખરેખર બદલાઈ રહ્યો છે." ત્અન્ય યુઝરે મજાક કરતાં લખ્યું, "અહીં તો બધુ કામ ઊંધું થઈ ગયું," અને અન્ય પણ કમેન્ટ્સ આવી છે જેમાં લોકો કહી રહ્યા છે કે , "આ ક્યાં આવી ગયો હું!"

વધુ વાંચો: ઓફિસમાં દરરોજ 12 કલાક કામ કરવા તૈયાર રહેજો! સરકાર લાગુ કરશે નવા નિયમ

જે VIDEO તમે જોયો, તેને X (અગાઉનું Twitter) પર @its_satvik નામના યુઝરે શેર કર્યો છે. VIDEO સાથે કેપ્શનમાં મજાકિયા અંદાજમાં 'Uno Reverse' લખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ VIDEOને ઘણા લોકો જોઈ ચૂક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment videos Social media viral Viral videos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ