બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Viral / VIDEO: એટલે જ રીલ્સ જોવાની આદત નથી છૂટતી! કોલેજની છોકરીનો વીડિયો વાયરલ

વાહ / VIDEO: એટલે જ રીલ્સ જોવાની આદત નથી છૂટતી! કોલેજની છોકરીનો વીડિયો વાયરલ

Last Updated: 02:31 PM, 30 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વાયરલ વીડિયોમાં એક છોકરી હરિયાણવી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો જોનારા લોકો તેને ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે.

આ ઈન્ટરનેટના જમાનામાં લોકો ફેમસ થવા માટે કઈ પણ કરે છે. હાલમાં લોકો પર રીલ્સનું ભૂત ચડ્યું છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ રીલ્સ બનાવી રહ્યા છે. રીલ્સનો જાદુ એટલો મનમોહક છે કે લોકો કલાકો સુધી રીલ્સ જોવામાં વિતાવી રહ્યા છે. દરરોજ, લાખો વીડિયો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થાય છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોતાની સાથે જ શેર કરવાનું મન થાય છે અથવા વારંવાર જોવાની ઇચ્છા થાય છે. હાલમાં આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી હરિયાણવી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

હરિયાણવી ગીત પર જોરદાર ડાન્સ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી હરિયાણવી ગીત પર તેના અદ્ભુત ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. તેના મિત્રો પણ તેની સાથે નાચી રહ્યા છે. પરંતુ આ છોકરીની સ્ટાઇલ એટલી કાતિલ છે કે વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિના કેમેરાનું ફોકસ તેના પરથી હટતું નથી. છોકરી કેમેરા સામે પોતાની અદા બતાવી રહી છે. વીડિયો જોનારા લોકોની નજર પણ છોકરીના આ વીડિયો પર ટકેલી છે. વીડિયોમાં છોકરીનો આત્મવિશ્વાસ, સ્ટાઇલ અને ડાન્સ મૂવ્સ એટલા આકર્ષક લાગે છે કે લોકો આ વીડિયોને લૂપ પર જોવા માટે મજબૂર થઈ જાય છે. હરિયાણવી ગીતના દેશી બીટ્સ અને છોકરીના દમદાર ડાન્સનું મિશ્રણ આ વીડિયોને આગ લગાડવા લાયક બનાવી રહ્યું છે.

વધુ વાંચો : VIDEO : પહેલગામ નરસંહાર ! અમદાવાદના ઋષિ ભટ્ટને રોપવે રાઈડ પર ધકેલીને ઓપરેટેરે કર્યું ખૌફનાક કામ, પછી તરત ફાયરિંગ

લોકોને છોકરીનો ડાન્સ ખૂબ ગમ્યો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @adultsutra નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, આ લોકોના કારણે જ હું રીલ્સ જોવાની મારી લત છોડી શકતો નથી. બીજાએ લખ્યું, ફોનની બેટરી ખતમ થઈ રહી છે પણ હું તેનાથી નજર હટાવી શકતો નથી. ત્રીજાએ લખ્યું, ભાઈ, આગ લગાવી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viralvideo InstagramReels Dancevideo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ