બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:13 PM, 18 April 2025
તમે સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈને વીડિયો જોતા જ હશો. જેમાં કેટલાક વીડિયો એટલા સુંદર હોય છે કે મન અને દિલ બંનેને ખુશ કરી દેતા હોય છે. હાલમાં પણ એક આવો જ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક નાની છોકરીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. કારણ કે આ છોકરી જન્મથી જ સાંભળી શકતી નહોતી. એટલા માટે તેમને સાંભળવાનું મશીન લગાવવામાં આવ્યું અને જ્યારે તેણે પહેલી વાર તેની માતાનો અવાજ તેના કાનમાં સાંભળ્યો, ત્યારે છોકરી તેની માતાને જોઈને રડવા લાગી હતી. આ હૃદયસ્પર્શી વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ સુંદર વીડિયોને હોલીવુડ અભિનેતા ટાયરેસ ગિબ્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી તેની માતાના ખોળામાં બેઠી છે અને આશ્ચર્યથી જોઈ રહી છે, જે કદાચ ENT ડૉક્ટર છે. આ પછી ડૉક્ટર છોકરીના કાનમાં સાંભળવાનું મશીન મૂકે છે. પછી તે સ્ત્રીને મશીન જાતે ચાલુ કરીને કંઈક કહેવાનું કહે છે. આ ક્ષણ ખરેખર ભાવનાત્મક છે. આ સમયે છોકરીની માતાની આંખોમાં આંસુઓની ચમક સ્પષ્ટ દેખાય છે. વાયરલ ક્લિપ જોઈને કોઈ પણ કલ્પના કરી શકે છે કે મહિલા આ ક્ષણની કેટલી આતુરતાથી રાહ જોઈ રહી હતી, પરંતુ તે પોતાની લાગણીઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી.
ADVERTISEMENT
આ વીડિયોમાં તમે જોશો કે જેવો મહિલા તેની પુત્રીને વિક્ટોરિયા નામથી બોલાવે છે, તે છોકરી આઘાતમાં પાછી ફરીને તેને જોવા લાગે છે અને તેની માતાને જોઈને ખૂબ રડવા લાગે છે. 17 એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલ આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો દ્વારા જોવામાં અને લાઇક કરવામાં આવ્યો છે. જ્યારે કેટલાક લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, છોકરી તેની માતાનો અવાજ સાંભળતા જ ખુશીના આંસુ રડવા લાગી. આપણે બધાએ જીવનની વધુ કદર કરવી જોઈએ, પરંતુ આપણે દરેક વસ્તુને હળવાશથી લઈએ છીએ. બીજા એક યુઝરે કહ્યું, હું મારી જાતને રડતા રોકી શક્યો નહીં. આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. બીજા એક યુઝરે લખ્યું, આ સીધું હૃદયને સ્પર્શી ગયું. અને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, વિક્ટોરિયા, ભગવાન તને બધી ખુશીઓ આપે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.