બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: હવે આ જ બાકી હતું! કોલેજની છોકરીઓની મેટ્રોમાં નાઈટ ક્લબ જેવી હરકતો, વીડિયો વાયરલ

દિલ્હી / VIDEO: હવે આ જ બાકી હતું! કોલેજની છોકરીઓની મેટ્રોમાં નાઈટ ક્લબ જેવી હરકતો, વીડિયો વાયરલ

Last Updated: 12:01 AM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં છોકરીઓનું એક ગ્રુપે મેટ્રોમાં હંગામો મચાવી દીધો છે એન આ મામલો લોકો વચ્ચે આવતા જ વાયરલ થઈ ગયો.

દિલ્હી મેટ્રો સાથે જોડાયેલા વીડિયો અવારનવાર લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. આ વિડીયો એવા હોય છે, જે લોકો વચ્ચે આવતા જ વાયરલ થઈ જાય છે. એક સમય એવો હતો જ્યારે લોકો આની ઉપયોગ પોતાની મંજિલ સુધી પહોંચવા કરતા હતા, પરંતુ હવે રીલબાજોનો અડ્ડો બની ગઈ છે અને લોકો અહીં અવારનવાર ભાત-ભાતની રીલ બનાવે છે. અત્યારે પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં છોકરીઓનું એક ગ્રુપે મેટ્રોમાં હંગામો મચાવી દીધો છે એન આ મામલો લોકો વચ્ચે આવતા જ વાયરલ થઈ ગયો.    

જોવામાં આવે તો દિલ્હી મેટ્રો હવે કોઈ ફિલ્મથી પાછળ નથી, અહીં લોકો એક્શન મૂવીની જેમ સીટ માટે ઝઘડે છે તો ઘણી વાર કપલ્સનો રોમાન્સ જોવા મળી જાય છે. જોકે અત્યારે સામે આવેલો વીડિયો સંપૂર્ણ રીતે અલગ છે કેમ કે અહીં 15 થી 20  છોકરીઑ સિંગર અને રેપર હની સિંહના ફેમસ સોગન 'Love Dose'  ને ગાતા દેખાઈ રહી છે, જે જોવામાં ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું છે અને લોકો આવા લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.  

વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને લાગે છે કે આ છોકરીઓ પોતાના કોલેજ ફેસ્ટથી પાછી ફરી રહી છે, પરંતુ મસ્તી વાળો આ હેંગોવર નથી ઉતર્યું, આ જ કારણે બધા મેટ્રો જેવા પબ્લિક પ્લેટફોર્મ  પર પોતાની જ ધૂનમાં દેખાઈ રહ્યા છે. ઘણા લોકો મેટ્રો કોચમાં રહેલી બાકી છોકરીઓ આ ગ્રુપને જોતા રહી જાય છે તો અમુક લોકો આ છોકરીઓ સાથે મળીને ગીત ગવા લાગે છે.  

વધુ વાંચો: વિશ્વના એવાં દેશો, જ્યાં સોના કરતા પણ મોંઘા છે કોન્ડોમ! કિંમત સાંભળતાં જ આંખો પહોળી થઈ જશે

આ વીડિયો એક્સ પર @veejuparmar નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેના બે લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરી પોતાનું રીએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે 'આ પ્રકરની હરકત મેટ્રોમાં કોણ કરે ભાઈ.' ત્યારે બીજાએ લખ્યું, 'આમનો ફેસ્ટ વાળો હેંગઓવર હજુ સુધી નથી ઉતાર્યો.' એકે લખ્યું, 'કંઈ પણ કહો પણ આમનું ફૂલ એન્જોયમેન્ટ ચાલી રહ્યું છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

metro viral video viral video dance in metro
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ