બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઘરડી ઘોડી લાલ લગામ! કબરમાં જવાની ઉંમરે ચાચા પરણી લાવ્યાં ચાંદ જેવી દુલ્હનને, વીડિયો વાયરલ
Last Updated: 09:10 PM, 24 March 2025
સોશિયલ મીડિયા પર રોજબરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો રહે છે. ક્યારેક કોઈના ડાન્સના તો ક્યારેક ખતરનાક સ્ટન્ટના વીડિયો જોવા મળે છે. કેટલાક વીડિયો એવા પણ હોય છે જે જોઈને લોકો ગુસ્સે થઈ જાય છે, જ્યારે કેટલાક વીડિયો લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. તાજેતરમાં એક એવો જ ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાકા તેમની ઉંમરના અંતિમ પડાવને રંગીન બનાવતા જોવા મળે છે.
ADVERTISEMENT
વાયરલ વીડિયો
આ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર લગભગ 70 વર્ષના એક વૃદ્ધ ના વરરાજાના વસ્ત્રો પહેરીને, વરમાળા ગળામાં પહેરીને ઉભા છે. તેમની બાજુમાં એક યુવતી, જે તેમની દીકરીથી પણ નાની ઉંમરની લાગે છે, વરઘોડાના લિબાસમાં ઉભી છે અને ફોટા પડાવી રહી છે. કાકાના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. તેઓ આ લગ્નથી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. લગ્નમાં આવેલા મહેમાનોને પણ વૃદ્ધને અભિનંદન આપતા જોવા મળે છે.
ADVERTISEMENT
વીડિયો પર આવેલી ફની કમેન્ટ્સ
આ અજીબ જોડીની આ લગ્ન વિધિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ કપલનો મજાક ઉડાવી રહ્યા છે અને વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈક એ લખ્યું કે "અહીં લોકો લગ્નથી કંટાળી ગયા છે અને ત્યાં કાકા પોતાની લાઈફ સેટ કરી રહ્યા છે!" તો બીજાએ હસી ને લખ્યું, "લાગે છે કાકાને છેલ્લી ટ્રાયમાં સરકારી નોકરી મળી ગઈ!"
આ વીડિયો @zindagi.gulzar.h નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, અને અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે જ્યારે હજારો લોકોએ તેને લાઈક કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.