બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: અજગરને કિસ કરવામાં ચીસ નીકળી! માંડ માંડ બચ્યો જીવ, ખતરનાક વીડિયો વાયરલ

વાયરલ / VIDEO: અજગરને કિસ કરવામાં ચીસ નીકળી! માંડ માંડ બચ્યો જીવ, ખતરનાક વીડિયો વાયરલ

Last Updated: 12:11 AM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંપ સાથે સંબંધિત ડરાવનારા વીડિયો સોશિયલ મીડિયામાં રોજે રોજ વાયરલ થતા રહે છે, જેને જોઈને લોકો ભયભીત થઈ જાય છે. તાજેતરમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ અજગરને ચુમવાની કોશિશ કરે છે, પણ તેની આ હરકત તેને ભારે પડે છે.

વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર અવારનવાર સાંપ સાથે જોડાયેલા ડરાવનારા વીડિયો વાયરલ થતા રહે છે, જેને જોઈને ઘણા લોકોના હોશ ઉડી જાય છે. ઘણીવાર આવા વીડિયોમાં એવા ભયાનક કિસ્સા કેમેરામાં કેદ થાય છે કે આખો વીડિયો જોવો મુશ્કેલ થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલમાં ચર્ચામાં છે, જેમાં એક માણસ અજગરને ચુમવાની કોશિશ કરે છે અને ત્યારબાદ એવું કંઈક થાય છે કે કોઈનો પણ જીવ નીકળી જાય.

અજગરને ચુમવું પડ્યું મોંઘું

વીડિયોમાં એક વ્યક્તિ સફેદ શર્ટ પહેરીને જોવા મળે છે, જેના હાથમાં એક મોટો અજગર છે. શરૂઆતમાં એવું લાગે છે કે તે વ્યક્તિ અજગરને પકડીને જંગલમાં છોડવા લઈ જઈ રહ્યો છે, પણ પછી અચાનક જ તે અજગરને ચુમવાની કોશિશ કરે છે. જેમ જેમ તે અજગરને મોંની નજીક લઈ જાય છે, અજગર ઝડપથી પલટે છે અને સીધો તેના ચહેરા પર હુમલો કરે છે.

અજગરે સરળતાથી છોડી નહીં પકડ

વીડિયોના આગળના ભાગમાં બતાવવામાં આવે છે કે સાંપના હુમલાથી ભયભીત વ્યક્તિ તેને પોતાની પાસે થી દૂર કરવાની પૂરતી કોશિશ કરે છે, પણ અજગર એવો જોરથી ચહેરા સાથે ચોંટી જાય છે કે તરત જ દૂર કરવો સરળ બનતું નથી. ઘણો પ્રયાસ કર્યા બાદ કોઈ રીતે તે પોતાને અજગરથી છૂટો પાડવામાં સફળ થાય છે. આ ઘટના એ સાબિતી બની ગઈ કે હવે તે વ્યક્તિ આવી ભૂલ ફરીથી નહીં કરે, અને જો વિચારશે પણ, તો આ ડરાવનારો અનુભવ તેને યાદ આવી જશે.

અહીં જુઓ વાયરલ વીડિયો

vtv news આ વાયરલ વીડિયોની સચ્ચાઈની પુષ્ટિ કરતું નથી કે તેને સમર્થન આપતું નથી.

વીડિયો જોઈને યૂઝર્સ રહી ગયા દંગ

એક યૂઝરે લખ્યું, "આવા ડરાવનારા સપના મને વારંવાર આવે છે, પણ આ તો તેની કરતાં પણ વધુ ડરાવનારું છે!" જ્યારે બીજા યૂઝરે મજાકમાં લખ્યું, "શાંતિ મળી ગઈ... અજગરને પ્રેમ શીખવવા ગયો હતો છપરી!" વીડિયો પર જાતજાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો: VIDEO: સોરી મમ્મા.. બીજી વખત ભૂલ નહીં કરૂ! બે કરોડથી વધારે લોકોએ જોયો વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @NeverteIImeodd નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે અને તેને હજારો લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social media viral Man Kisses Python Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ