બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 12:02 PM, 25 June 2025
ઉત્તરાખંડના હલ્દવાનીમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદને કારણે શહેરમાં દુર્ઘટનાઓની સંખ્યા વધી રહી છે. તાજેતરમાં તીન પાણી ફાયર સ્ટેશન નજીક એક ખૂબ જ દુઃખદ અકસ્માત બન્યો છે. ભારે વરસાદના કારણે માર્ગ ભીનો થઇ ગયો હતો અને એક કારનો નિયંત્રણ ગુમાતાં તે સીધી સિંચાઈ નહેરમાં ખાબકી ગઈ. કાર પલટી ગઈ અને થોડે આગળ વહેતા પુલમાં ફસાઈ ગઈ.
ADVERTISEMENT
ADVERTISEMENT
કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાં એક બાળક સહિત 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ત્રણેયને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવામાં આવે છે.
नैनीताल के हल्द्वानी में नगर में कार गिरने से एक ही परिवार के चार लोगों की दर्दनाक मौत हो गई घटना में 3 दिन पहले पैदा हुई बच्ची और उसके पिता की भी मौत हो गई, चार में 7 लोग सवार थे सभी लोग बच्चे की डिलीवरी के बाद वापस अपने घर जा रहे थे pic.twitter.com/AakQ3yP5hb
— Danish Khan (@danishrmr) June 25, 2025
ADVERTISEMENT
અકસ્માતના સમયે પાણીના તીવ્ર પ્રવાહને કારણે કાર તણાઈ ગઈ હતી. કાર પલટી ગઈ હોવાથી અંદર બેઠેલા લોકોને બચાવવાનો મોકો ન મળ્યો. નહેરનું પાણી ઝડપથી કારમાં ઘૂસી ગયું અને લોકો અંદર જ ફસાઈ ગયા. કારનો કાચ ખોલીને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસ અને રેસ્ક્યુ ટીમે કારને બહાર કાઢી અને મૃતદેહોને પણ બહાર લાવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલમાં શહેરના દેવખાડી, રકસિયા અને કલસિયા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે નાળાઓ છલકાઈ ગયા છે. નાળાઓમાં પાણીના પ્રવાહ વધતાં લોકોમાં ભયનો માહોલ છે. મ્યુનિસિપલ કમિશનર રિચા સિંહ જાતે જ સવારથી મોટે ભાગે વિસ્તારનું નિરીક્ષણ કરી રહી છે. તેમનું કહેવું છે કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોર્પોરેશનની ટીમો કોઈપણ ફરિયાદ મળતાં જ સ્થળ પર પહોંચી રહી છે. ફાયર સર્વિસ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને નાળાઓ કે ઝડપી પ્રવાહવાળા વિસ્તારોથી દૂર રહે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.