બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Video: ભર વરસાદમાં આ ભાઇએ કર્યું નદીમાં જવાનું સાહસ, અને પછી જે હાલ થયા.., જુઓ દિલધડક રેસ્ક્યૂ
Nidhi Panchal
Last Updated: 01:00 PM, 25 June 2025
જમ્મુમાં તાવી નદીમાં અચાનક આવેલાં પૂરથી એક ગંભીર ઘટના બની હતી. નદીના પાણીનું સ્તર વધતાં એક વ્યક્તિ પુલ નીચે ફસાઈ ગયો હતો. તેનું જીવ બચાવવા માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ)ની ટીમે સમયસર પહોંચીને બહાદુરીપૂર્વક બચાવ કામગીરી ચલાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત વ્યક્તિ એક એવા જૂથ સાથે નદીના પટમાંથી કાંપ (મેટીરિયલ) એકત્ર કરવા ગયો હતો. જયારે જૂથ નદીના કિનારે પહોંચ્યું ત્યારે ત્યાં પાણી નહોતું, પરંતુ થોડી જ વારમાં અચાનક પૂર આવતાં તે માણસ પુલ નીચે ફસાઈ ગયો. બાકી ગ્રુપના સભ્યો સમયસર બહાર નીકળી ગયા હતા.
ADVERTISEMENT
સ્થળ પર હાજર લોકોએ પ્રથમ પોતે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તરત SDRFને જાણ કરી હતી. ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પીડિતને બચાવવા માટે નદીમાં દોરડાની સીડી લટકાવવામાં આવી હતી. SDRFના એક ટ્રેઇન્ડ કર્મચારી એ સીડીની મદદથી પાણીમાં ઉતરીને ફસાયેલા વ્યક્તિ સુધી પહોંચી ગયો અને તેને સીડી પરથી ચઢવામાં મદદ કરી. ત્યારબાદ પીડિત વ્યક્તિએ સંતુલન જાળવી રાખતાં ઉપર આવી ગયો અને તેનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
ADVERTISEMENT
જમ્મૂની તવી નદીમાં અચાનક આવેલા પૂરમાં ફસાયો યુવક, SDRFની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યૂ#jammukashmir #Tawiriver #Jammu #waterlevelrise #rainfall #rescued #SDRF #ViralVideo #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 25, 2025
Video Source : ANI pic.twitter.com/L7BD9QYZ7O
SDRFના એક સભ્યેનું કહ્યું છે કે, “આ કામ સરળ નથી. અમને ઘટના બાદ તાત્કાલિક જાણ મળતાં અમે રવાના થયાં. લોકોને ખાતરી આપી કે મદદ આવી રહી છે. બાકી બધું સમયસર થઈ ગયું અને આપણે એક જીવ બચાવી શક્યા.”
ADVERTISEMENT
આ પણ વાંચો : Video: જો-જો વરસાદમાં આવું ગાંડુ સાહસ ખેડતા, કેનાલમાં ફસાયેલી કારે લીધો 4નો ભોગ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, હાલ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. પરિણામે આવી આપત્તિઓ સર્જાઈ રહી છે. લોકો માટે ચેતવણી છે કે નદી-નાળાંની નજીક ના જાય અને કોઈ પણ સંકટ સામે યોગ્ય સાવચેતી રાખે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.