બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:19 PM, 16 April 2025
Viral Video : સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અલગ-અલગ પ્રકારની રિલ બનાવી રહ્યા છે. આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો દરરોજ અલગ-અલગ પ્રકારના વીડિયો સામે આવતા હોય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો કે, જેમાં રિલના ચક્કરમાં એક યુવતીએ જીવ ગુમાવવો પડ્યો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ઉત્તરકાશીના મણિકર્ણિકા ઘાટ પર થયેલા એક દુઃખદ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 14 એપ્રિલની આ ઘટનામાં ફોટો કે રીલ બનાવતી વખતે એક મહિલા ગંગા નદીમાં તણાઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મહિલા કેમેરા તરફ જોતી વખતે ધીમે ધીમે નદી તરફ આગળ વધી રહી હતી ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ.
મોતનો લાઇવ ખેલ! આ ખતરનાક વીડિયો રૂંવાડા ઊભા કરી દેશે, રીલ બનાવવાના ચક્કરમાં ગંગામાં વહી ગઈ યુવતી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 16, 2025
(સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો હાલમાં ચર્ચામાં છે જેમાં એક છોકરી ગંગા નદીના જોરદાર પ્રવાહમાં ઉતરીને રીલ બનાવી રહી હતી. ભારે કરંટમાંઆ યુવતીનું બેલેન્સ બગડયું અને યુવતી… pic.twitter.com/SVID5jn7gM
ADVERTISEMENT
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નદીનો પ્રવાહ એટલો ઝડપી છે કે મહિલા પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નથી. ઘટનાની માહિતી મળતા જ SDRF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી મહિલા વિશે કોઈ પત્તો લાગ્યો નથી.
વધુ વાંચો : VIDEO : દિલ્હી મેટ્રોમાં મહિલાઓએ ભજન ગાવાનું શરૂ કર્યું! CISF આવતા જોવા જેવું થયું
આ વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે લોકો રીલ્સ અને સેલ્ફી માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ઘણી વખત રીલ બનાવવાની ઈચ્છામાં લોકો પોતાને જોખમમાં પણ મૂકે છે. તેઓ જ્યાં ઉભા છે ત્યાં પોતાની સુરક્ષાને શું પ્રાથમિકતા આપવી તેની તેમને પરવા નથી. તેવી જ રીતે નદી કિનારે ઊભા રહીને નદીના પ્રવાહને ધ્યાનમાં રાખવું જોઈએ. આવા ઘણા અકસ્માતોના વીડિયો વાયરલ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.