બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:16 AM, 13 May 2025
ઉત્તરાખંડના ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ જિલ્લાના બાગેશ્વરમાં આવેલું બાબા બાગનાથ મંદિર એક પવિત્ર અને શ્રદ્ધાથી ભરેલું સ્થાન છે. આ મંદિર ખાસ કરીને નવપરિણીત દંપતી માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતાઓ પ્રમાણે, જો નવા લગ્ન થયેલા યુગલ લગ્ન પછી અહીં દર્શન કરવા આવે છે અને ભગવાનને જલાભિષેક તથા પૂજા અર્પે છે, તો તેમનું પ્રેમભર્યું સંબંધ જીવનભર તેમજ સાત જન્મ સુધી અતૂટ રહે છે. સાથે જ તેમના દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
ADVERTISEMENT
મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર માન્યતા ફક્ત કેહવાયેલી કથાઓ નથી પણ વર્ષોથી અનુસરાતી પરંપરા છે. બાગેશ્વરના ગામડાઓથી લઈને શહેર સુધીના લોકો લગ્ન પછી તેમના કુટુંબના દેવી-દેવતાઓના દર્શન કર્યા પછી ચોક્કસ રીતે બાબા બાગનાથ મંદિરે આવે છે. અહીં જલાભિષેક કરે છે, પાઠ કરાવે છે અને ભગવાનને પ્રેમભરેલું જીવન જીવવાની પ્રાર્થના કરે છે.
ADVERTISEMENT
આ મંદિરનું ધાર્મિક મહત્વ એટલું વધારે છે કે લોકો માને છે કે બાબા બાગનાથ માત્ર ભક્તિનો નહીં પણ રક્ષણકર્તા તરીકે કાર્ય કરે છે અને દાંપત્યના સંબંધને મજબૂત બનાવે છે. તેથી જ અહીં લગ્ન પછી દર્શન કરવા ખાસ મહત્વ આપવામાં આવે છે. બાબા બાગનાથ મંદિર બાગેશ્વર જિલ્લા મુખ્યાલયથી ખૂબ નજીક આવેલું છે. મુખ્ય બજારથી માત્ર 50 મીટરના અંતરે હોવાથી, અહીં ચાલીને પણ સરળતાથી જઈ શકાય છે. આ મંદિર ગોમતી અને સરયુ નદીઓના પવિત્ર સંગમ પર આવેલું છે, જે તેને વધુ શાંતિદાયક અને પવિત્ર બનાવે છે.
આ પણ વાંચો : દેશભરમાં જાણીતું બાલા હનુમાન મંદિર, 1964થી ચાલે છે અખંડ રામધૂન, પરચા અપરંપાર
જો તમારા તાજેતરમાં લગ્ન થયા છે અને તમે તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ, શાંતિ અને સુમેળ જાળવી રાખવા માંગો છો, તો બાબા બાગનાથ મંદિરની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. અહીંની આધ્યાત્મિક શાંતિ અને પાવન પરંપરા તમારા જીવનમાં એક નવી દિશા અને ઊર્જા લાવી શકે છે. આ માન્યતાઓ માત્ર ધાર્મિક નથી, પણ એકબીજાની સમજ, પ્રેમ અને આદરથી ભરેલા જીવન માટે સકારાત્મક સંદેશ પણ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT