બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 AM, 24 April 2025
આજકાલ ક્યારે કોનું મગજ કઈ દિશામાં જતું હોય તે નક્કી કરવું મુશ્કેલ છે. એવા અનેક કિસ્સા સામે આવે છે, જેમમાં ફક્ત સામાન્ય બાબત પણ મોટા ઝગડાનું સ્વરૂપ લઈ લે છે. ત્યારબાદ કોઈ એક વ્યક્તિ પોતાનું આપો ખોઇ બેસે છે અને એવું કાર્ય કરી દે છે, જેના વિશે તમે કલ્પના પણ નથી કરી શકતા. એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં બની છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
ADVERTISEMENT
આ ઘટનામાં એક મહિલાએ 14 વર્ષના બાળકના ગુપ્તાંગને દાંત વડે કરડી નાખ્યા હતા. આખો મામલો ગામમાં થયેલા ઝઘડાથી શરૂ થયો હતો. મળતી માહિતી અનુસાર, પીડિત બાળકના પિતાએ જણાવ્યું કે તેમના અને ગામની એક મહિલાના વચ્ચે કોઈ મુદ્દા પર તીવ્ર બોલાચાલી થઈ હતી. વાતચીત દરમિયાન વાત વધતા મહિલા ગુસ્સે થઈ ગઈ અને સામેથી આવતા બાળકને પકડીને અચાનક તેનું ગુપ્ત અંગ દાંત વડે કરડી નાખ્યું. બાળક પીડાથી કણસવા લાગ્યો અને રડવા લાગ્યો અને ચીસો પાડવા લાગ્યો. લોકો આસપાસ ભેગા થયા અને કોઈક રીતે બાળકને મહિલા પાસેથી બચાવી લેવામાં આવ્યું.
ADVERTISEMENT
ઇજાગ્રસ્ત બાળકને તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ જણાવ્યુ કે જાડું પેન્ટ પહેરેલું હોવાને કારણે બાળકને ગંભીર રીતે કોઇ ઈજા થઈ નથી. સારવાર બાદ બાળક હાલ ખતરામાંથી બહાર છે અને દવાઓની મદદથી ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે. પરિવારજનો હાલમાં પણ આ ઘટનાથી દુ:ખી છે અને બાળકીની માનસિક સ્થિતિને લઈને ચિંતિત છે.
ઘટનાના પગલે પીડિત બાળક તેના પિતા સાથે પોલીસ અધિક્ષકના જાહેર સુનાવણી કાર્યક્રમમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે આખી ઘટનાની વિગત આપી અને કહ્યું કે આ મહિલા અગાઉ પણ આવા હુમલાઓ કરી ચૂકી છે પણ હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. બાળકે ગંભીર આરોપ લગાવ્યો કે મહિલાએ અગાઉ પણ કેટલાક લોકોના ગુપ્તાંગ પર હુમલા કર્યા હતા, પરંતુ વાત દબાવી દેવામાં આવતી હતી.
આ પણ વાંચો : જેને પોતાની મા માનતી હતી, તેણે જ દીકરીને બનાવી શિકાર! આખરે ચોંકાવનારુ રહસ્ય ખુલ્યું
આ વખતે મામલો સીધો SP સુધી પહોંચતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અધિક્ષકએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે બાળકે કરેલી ફરિયાદને આધારે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. હાલમાં આ ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને ગામના લોકોમાં ભયનો માહોલ છે. લોકો મહિલા વિરુદ્ધ કડક પગલાં લેવા માંગ કરી રહ્યા છે જેથી આવવા ભયાનક ઘટનાઓ ફરી ન બને
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.