બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:26 PM, 21 March 2025
ઉત્તર પ્રદેશના ગાઝિયાબદમાંથી એક કાળજું કંપાવતો વિડીયો સામે આવ્યો છે. ગાઝિયાબાદમાં ખોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેફામ કાર ચાલકે બાળકનો જીવ લીધો. આ ઘટનાનો CCTV સામે આવ્યો છે. જુઓ વિડીયો.
ADVERTISEMENT
गाजियाबाद में ड्राइवर ने बच्चे के ऊपर चढ़ाई गाड़ी मौके पर हुई मौत
— Priya singh (@priyarajputlive) March 21, 2025
pic.twitter.com/RKkIDAU9VU
સામે આવેલા CCTV માં ગાઝિયાબાદના ખોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર એક નિર્દોષ બાળક રમી રહ્યું છે. એવામાં અચાનકથી એક કાર ચાલક ટર્ન લઈને આવે છે, અને રમતા બાળક પર કાર ચઢાવી દે છે. એટલું જ નહિ પરંતુ કાર ઉપર ચડયા બાદ પણ કાર ચાલક નથી ઊભો રહેતો અને બાળકને કચડીને ત્યાંથી ભાગી જાય છે. કાર નીચે કચડાઇ જવાથી વંશ નામના બાળકનું મોત નીપજ્યું. આ સમગ્ર ઘટનાના CCTV માં કેદ થઈ ગઈ. મૃતકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતા પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સતત પાંચમા દિવસે રોનકમાં શેર બજાર, સેન્સેક્સ 557 અંક અને નિફ્ટી 160ના જમ્પ સાથે બંધ
બેફામ કાર ચાલકના કારણે અવાર-નવાર આવા અકસ્માતોના ઘણા કિસ્સા જોવા મળે છે. અગાઉ પણ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મંગળવારે એક મહિલાએ સોસાયટીમાં રમતા બાળક પર પોતાની કાર ચડાવી દીધી. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ હતી અને તેનો પણ વીડિયો વાયરલ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.