બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:56 PM, 29 April 2025
ADVERTISEMENT
યુવાનો જવાનીના જોશમાં જાહેર રસ્તા પર પણ બાઈક પર સ્ટંટ કરતા હોય છે. ક્યારેક આવી સ્ટંટબાઝીને કારણે તેમનો પોતાનો અને બીજાનો પણ જીવ જોખમમાં મુકાતો હોય છે. ઘણી વખત તેના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે. તાજેતરમાં સ્ટંટને કારણે થયેલા અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવકને ચાલતા બાઇક પર સ્ટંટ કરવો ખૂબ મોંઘા પડી ગયો હતો.
ADVERTISEMENT
A biker in Gurugram attempted a dangerous stunt by standing on a moving bike on the Delhi-Jaipur Expressway. 😳
— Shivam Unveils (@shivam_kush0001) April 28, 2025
Unfortunately, he lost balance and fell. The shocking video has now gone viral on social media.
Always remember, safety first! 🚫🏍️#viralvideo #gurugram #bikestunt pic.twitter.com/XtevUf1ASI
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક ચલાવનાર યુવક ચાલતા બાઇક પર ઊભો રહીને સ્ટંટ કરતો જોવા મળે છે. સ્ટંટ કરતી વખતે તે બાઇકની સીટ પર ઊભો હોય છે. રસ્તા પર અન્ય વાહનો પણ ખૂબ જ ઝડપે અવર જવર કરી રહ્યા હોય છે અને આ સ્થિતિમાં યુવક આ ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે. થોડે દૂર ગયા બાદ અચાનક યુવાનનું બાઇક બેલેન્સ ગુમાવે છે અને તે ધડામ લઈને બાઇક પરથી નીચે પડી જાય છે. બાઇક ઘણું દૂર સુધી ધસેડાઈને જાય છે. યુવાન પડી જતાં રસ્તા પરથી પસાર થતા લોકો તેની પાસે પહોંચી જાય છે અને તેને ત્યાંથી દૂર લઈ જાય છે. સદનસીબે આ અકસ્માતમાં યુવાનને અન્ય કોઈ વાહનની ટક્કર વાગતી નથી. જો એમ થયું હોત તો તેને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હોત.
આ વાયરલ વીડિયો અંગે મળેલી માહિતી મુજબ, આ ઘટના ગુરુગ્રામના દિલ્હી-જયપુર એક્સપ્રેસ વે પર બની હતી. કોઈએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોશિયલ મીડિયા સાઈટ X પર @shivam_kush0001 નામના યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.