બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:07 AM, 20 April 2025
સાસુ જમાઈના ભાગી જવાની ઘટના આજે ચારેબાજુ છવાયેલી છે. જ્યારથી દીકરીના લગ્નના નવ દિવસ પહેલા જમાઈ સાથે ભાગી ગયેલી મહિલા વિશે ચર્ચાઓ શરૂ થઈ છે, ત્યારથી તે અટકવાનું નામ નથી લેતી. સોશિયલ મીડિયા તો ઠીક પરંતું દરેક ગલીમાં સાસુ અને જમાઈના ભાગી જવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. બંને હજુ પણ પોલીસ કસ્ટડીમાં હતા અને શુક્રવારે સાંજે તેમને છોડી દેવામાં આવ્યા હતા. શનિવારે પ્રેમી રાહુલ તેની પ્રેમિકા 'સાસુ' સાથે તેના ગામ પહોંચ્યો. રાહુલના પિતા અને ગામને રાહુલ અને તેની પ્રેમિકા 'સાસુ' ના આવવાની પહેલાથી જ જાણ હતી. રાહુલ તેની સાસુ સાથે ગામમાં પહોંચ્યો કે તરત જ તેના પિતાએ જમીન પર પગ મૂકતાની સાથે જ કહ્યું કે તમે બંનેએ આખા પરિવારનું નામ ખરાબ કર્યું છે. રાહુલના પિતાએ તેને ધમકી આપી અને કહ્યું કે ફરી આ ગામમાં ક્યારેય આવતો નહીં. મારે તારી સાથે કોઈ સંબંધ નથી. હું તારું મોઢું પણ જોવા માંગતો નથી.
ADVERTISEMENT
તો બીજી તરફ ગામલોકોએ પણ બંનેનો બહિષ્કાર કરતા હાહાકાર મચી જવા પામ્યો હતો. પોતાના થનારા જમાઈ સાથે ભાગી ગયેલી સાસુને ત્રણ દિવસ પહેલા પોલીસે પકડી લીધી હતી. આ પછી તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ શુક્રવારે મોડી સાંજે બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા. જ્યારે તેઓ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા, ત્યારે મીડિયાકર્મીઓએ બંનેને સવાલ પૂછ્યા. જમાઈ રાહુલે લગ્ન અંગેના પ્રશ્નનો અસ્પષ્ટ જવાબ આપ્યો. જોકે, રાહુલ સાથેના સંબંધો વિશે પૂછવામાં આવતા સાસુ સપના મીડિયાકર્મીઓ પર ગુસ્સે થઈ ગઈ અને અપશબ્દોનો ઉપયોગ કરવા લાગી. મીડિયાકર્મીઓના પ્રશ્નો પર સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, મને પ્રશ્નો ના પૂછો, નહીંતર હું તમારો મોબાઈલ તોડી નાખીશ. સપનાના પરિવારના સભ્યો કહે છે કે આ પ્રેમ નથી, પરંતુ એક યોજનાબદ્ધ વિશ્વાસઘાત છે. સપનાને ફસાવવામાં આવી છે. રાહુલ મુખ્ય કાવતરાખોર છે અને તેને કડક સજા થવી જોઈએ. પરિવારે એવી પણ માંગ કરી છે કે સપનાની માનસિક સ્થિતિની તપાસ કરવામાં આવવી જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO: લગ્નમાં વરરાજાના મિત્રોએ ગિફ્ટ આપતા જ ટેન્શનમાં આવી ગયું કપલ, જુઓ વીડિયો
મડરાક વિસ્તારના મનોહરપુર કાયસ્થની રહેવાસી સપના 6 એપ્રિલે દાદોન વિસ્તારના નગલા મછરિયા ગામના તેના થનારા જમાઈ રાહુલ સાથે ભાગી ગઈ હતી. 16 એપ્રિલે પરત ફર્યા બાદ, સપનાનું પોલીસ સ્ટેશન અને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં બે દિવસ સુધી કાઉન્સેલિંગ ચાલુ રહ્યું. ગામની મહિલાઓ, પોલીસકર્મીઓ અને કાઉન્સેલરોએ બાળકોનો હવાલો આપીને તેણીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ તેના પતિ સાથે રહેવાનો ઇનકાર કર્યો. તેણીનો આરોપ હતો કે તેનો પતિ દારૂ પીધેલી હાલતમાં તેણીને માર મારતો હતો. તે પૈસા માટે મને હેરાન કરતો હતો. અંતે કંટાળીને તે તેના જમાઈ સાથે ભાગીી ગઈ હતી અને હવે તે ફક્ત તેની સાથે જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.