બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:34 PM, 15 April 2025
મંદિરની બહાર બેઠેલા એક વૃદ્ધ કાકાનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટિઝન્સ ગુસ્સે ભરાઈ ગયા છે. હકીકતમાં વૃદ્ધ વ્યક્તિએ મંદિરની બહાર રાહ જોઈ રહેલી એક છોકરીના પગ ચોરી છૂપીથી પોતાના ફોનમાં ફોટો પાડી લીધો. તસવીરમાં છોકરીનો ચહેરો દેખાતો ન હતો, પણ તે શોર્ટ ડ્રેસમાં સામે બેઠી હતી, અને તેના પગ ખુલ્લા હતા.
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે છોકરીને લાગે છે કે કંઈક ગરબડ છે, તો તે વૃદ્ધ પાસે તેનો ફોન અનલોક કરાવે છે. પછી ગેલેરી જોઈને તે ચોંકી જાય છે, કેમ કે વૃદ્ધે ચોરી છૂપીથી તેના નગ્ન પગનો ફોટો પડ્યો હોય છે. આ જોને છોકરી ગુસ્સામાં આવી જાય છે અને કહે છે- અંકલ શું લઈ રહ્યા છો. શું કરી રહ્યા છો તમે. મારા પગની ફોટોસ કેમ પાડી રહ્યા છો.
ADVERTISEMENT
'શરમ નથી આવતી, મંદિરમાં બેઠા છો અને...'
વીડિયોમાં જોઈ શકાય છે કે પકડાઈ જતાં વૃદ્ધ તરત જ ફોટો ડિલીટ કરી દે છે અને સીધો દેખાવા લાગે છે, અને છોકરીને કહે છે કે તેને કોઈ ફોટો લીધો નથી. પરંતુ ત્યાં સુધીમાં છોકરીએ વૃદ્ધની આખી કરતૂત તેના ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. આ પછી તે વૃદ્ધને કહે છે, 'તમને શરમ નથી આવતી?' તમે મંદિર પાસે બેઠા છો, અને પૂછ્યા વગર મારા ફોટા પાડી રહ્યા છો. એક લગાવું?
રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત દિલવાડા જૈન મંદિરમાં ધોળા દિવસે આ ચોંકાવનારી ઘટના બની હતી. તેનાથી પણ વધુ ચિંતાનો વિષય એ છે કે ત્યાં હાજર કોઈએ પણ છોકરીને ટેકો આપ્યો નહીં. બધા કાન બંધ કરીને બેઠા હતા જાણે ત્યાં કંઈ બન્યું જ ન હોય.
વધુ વાંચો:લગ્ન પછી પુરુષ-સ્ત્રીને સેક્સમાંથી કેમ ઉડી જાય છે રસ? પહેલી વાર 5 કારણો, જાણો વધારવાના ઉપાય
આ વીડિયો @anurag111407 નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે, જેને જોઈને નેટિઝન્સ ખૂબ ગુસ્સે થયા છે અને વૃદ્ધ વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ રાજસ્થાન પોલીસ અને પર્યટન અધિકારીઓને ટેગ કરી રહ્યા છે અને આ મામલાની તપાસ કરવા અને તે વ્યક્તિને યોગ્ય સજા આપવાની માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.