બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 PM, 18 May 2025
Dungpur Road Accident: રાજસ્થાનના ડુંગરપુરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો છે. લગ્ન સમારંભમાંથી પરત ફરતી વખતે એક જીપને અકસ્માત નડ્યો. ઘટનાસ્થળે પહોચેલા લોકો ઘાયલોને જીપમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ જીપને બહાર કાઢવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બેકાબૂ ટ્રક આવ્યો અને ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સને ટક્કર મારી. તે એક બાઇકને પણ ટક્કર મારીને પલટી ગયો.
ADVERTISEMENT
આ ભીષણ અકસ્માતમાં 4 લોકોના મોત તેમજ 8 લોકો ઘાયલ થયા છે. બધા મૃતકો એક જ પરિવારના છે. ટુ વ્હીલર અને મૃતદેહ લગભગ ચાર કલાક સુધી ટ્રક નીચે દટાયેલા રહ્યા. આ ઘટના ડુંગરપુર જિલ્લાના સાવલા વિસ્તારની છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
ADVERTISEMENT
ક્રેનની મદદથી ટ્રકને કાઢીને ટ્રક નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢી શકાયા. અકસ્માતમાં ડુંગરપુરના સાવલા વિસ્તારના બાડીગામા બડી ગામના રહેવાસી લવજી પાટીદાર, સવિતા પાટીદાર, ડાયાલાલ પાટીદાર અને ભાવેશ પાટીદારનું મોત નીપજ્યું હતું. મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.
પોલીસે જણાવ્યું કે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ પિંડવાલ હિલવાડી ગામના બસ સ્ટેન્ડ પાસે એક પેસેન્જર જીપ કાબુ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી ગઇ હતી. કેટલાક મુસાફરો ઘાયલ થયા. ઘાયલોને મદદ કરવા માટે લોકો એકઠા થયા. આ દરમિયાન ઝડપથી આવતી એક ટ્રક ત્યાં ઉભેલા લોકો પર પલટી ગઈ હતી.
આ પણ વાંચોઃ નેશનલ / નાથુલામાં ચાલી રહી છે કૈલાશ માનસરોવર યાત્રાની અંતિમ તૈયારીઓ, લોકોને મળશે આ ખાસ સુવિધાઓ
લગ્ન સમારંભમાંથી પરત ફરતી વખતે પરિવારને નડ્યો અકસ્માત
આજે સવારે 3.30 વાગ્યે ટ્રક નીચેથી મૃતદેહોને બહાર કાઢી શકાયા. ઘાયલોને સાગવારા (ડુંગરપુર) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જીપમાં સવાર તમામ લોકો પિંડવાલ ગામમાં એક લગ્ન સમારંભમાં ગયા હતા. આ લોકો લગ્ન સમારંભમાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માત થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.