બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રેલવેના મુસાફરો ખાસ વાંચે, આજે 100થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી, જુઓ લિસ્ટ

જાણી લો / રેલવેના મુસાફરો ખાસ વાંચે, આજે 100થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી, જુઓ લિસ્ટ

Last Updated: 10:29 AM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ એપ્રિલના આ મહિનામાં આવતા થોડા દિવસોમાં ટ્રેનથી જવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર પહેલાં વાંચી લો. રેલવે દ્વારા આ રાજ્યમાંથી જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જાણો વિસ્તૃત માહિતી.

એપ્રિલમાં રદ થયેલી ટ્રેનોની સૂચિ

ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ભારતીય રેલવે સતત પોતાનું નેટવર્કને વિસ્તારી રહ્યું છે. હવે દેશમાં ટોચના અને અંતિમ વિસ્તારો સુધી રેલવે કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. 19 એપ્રિલથી જમ્મુ-કાશ્મીરમાં વંદે ભારત એક્સપ્રેસની સેવા શરૂ થઈ જશે. એ દિવસથી દેશમાં કન્યા કુમારીથી લઈ કાશ્મીર સુધી ટ્રેન પહોંચતી થઇ જશે. ભારતના સામાન્ય લોકો પણ જ્યાં જવું હોય ત્યાં ટ્રેનથી જવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વાર મુસાફરી મુશ્કેલ બની જાય છે. જો તમે પણ એપ્રિલના થોડા દિવસોમાં ટ્રેનથી મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો પહેલાં આ માહિતી જાણી લો.

રેલવે દ્વારા રદ થયેલી ટ્રેનો

ભારતમાં કેટલાય લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. જો તમે પણ આગામી દિવસોમાં ટ્રેન દ્વારા ક્યાંક જવાની યોજના બનાવી રહ્યા છો તો થોભો. કારણ કે ભારતીય રેલવે દ્વારા છત્તીસગઢથી પસાર થતી કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર-ઝારસુગડા વિભાગમાં ચોથી લાઇનના કામને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરી કરતા પહેલા ટ્રેનોની સૂચિ તપાસી લો.

train

16 એપ્રિલથી 24 એપ્રિલ સુધી રદ થયેલી ટ્રેનો:

  • 68737 રાયગઢ-બિલાસપુર મેમુ
  • 68738 બિલાસપુર-રાયગઢ મેમુ
  • 68736 બિલાસપુર-રાયગઢ મેમુ (23 સુધી)
  • 68735 રાયગઢ-બિલાસપુર મેમુ (23 સુધી)
  • 18113 ટાટાનગર-બિલાસપુર એક્સપ્રેસ (23 સુધી)
  • 18114 બિલાસપુર-ટાટાનગર એક્સપ્રેસ
  • 18109 ટાટાનગર-નેતા સુભાષ ચંદ્ર બોઝ એક્સપ્રેસ
  • 18110 ઇતવારી-ટાટાનગર એક્સપ્રેસ
  • 20828 સંતરાગાછી-જબલપુર એક્સપ્રેસ (16 અને 23 એપ્રિલ)
  • 20827 જબલપુર-સંતરાગાછી એક્સપ્રેસ (17 અને 24 એપ્રિલ)
train-final

અન્ય રદ થયેલી મહત્વની ટ્રેનો:

  • 17008 દરભંગા-સિકંદરાબાદ (8, 22, 25 એપ્રિલ)
  • 17007 સિકંદરાબાદ-દરભંગા (19, 22 એપ્રિલ)
  • 20822 સંતરાગાછી-પુણે (19 એપ્રિલ)
  • 20821 પુણે-સંતરાગાછી (21 એપ્રિલ)
  • 12880 ભુવનેશ્વર-કુર્લા (17, 21 એપ્રિલ)
  • 12879 કુર્લા-ભુવનેશ્વર (16, 19, 23 એપ્રિલ)
  • 22843બિલાસપુર-પટના (18 એપ્રિલ)
  • 22844 પટના-બિલાસપુર (20 એપ્રિલ)
  • 12870 હાવડા-મુંબઈ (18 એપ્રિલ)
  • 12869 મુંબઈ-હાવડા (20 એપ્રિલ)
  • 12151 એલટીટીઈ-શાલીમાર (16, 17 એપ્રિલ)
  • 12152 શાલીમાર-એલટીટીઈ (18, 19 એપ્રિલ)
  • 22894 હાવડા-શિરડી (17 એપ્રિલ)
  • 22893 શિરડી-હાવડા (19 એપ્રિલ)
  • 12812 હટિયા-એલટીટીઈ (18, 19 એપ્રિલ)
  • 12811 એલટીટીઈ-હટિયા (20, 21 એપ્રિલ)
  • 12129 પુણે-હાવડા આજાદ હિંદ એક્સપ્રેસ (24 એપ્રિલ)
  • 12130 હાવડા-પુણે આજાદ હિંદ એક્સપ્રેસ (24 એપ્રિલ)
  • 12859 મુંબઈ-હાવડા ગીતાંજલી (24 એપ્રિલ)
  • 12860 હાવડા-મુંબઈ ગીતાંજલી (24 એપ્રિલ)
  • 12222 હાવડા-પુના દુરંતો (17, 19 એપ્રિલ)
  • 12221 પુણે-હાવડા દુરંતો (14, 19, 21 એપ્રિલ)
  • 12905 પોરબંદર-શાલીમાર (17 એપ્રિલ)
  • 12906 શાલીમાર-પોરબંદર (18, 19 એપ્રિલ)
  • 12101 એલટીટીઈ-શાલીમાર જ્ઞાનેશ્વરી (14, 15, 18, 19, 21, 22 એપ્રિલ)
  • 12102 શાલીમાર-એલટીટીઈ જ્ઞાનેશ્વરી (16, 17, 20, 21, 23, 24 એપ્રિલ)

વધુ વાંચો: ઓલિમ્પિક 2028 અંગે IOCની મોટી જાહેરાત, 128 વર્ષ પછી આ મેદાન પર થશે ક્રિકેટની વાપસી

મુસાફરી કરતાં પહેલાં નિર્ધારિત ટ્રેન સ્ટેટસ જરૂર ચેક કરો, જેથી કોઈ અણધારી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

railway updates Railway passengers train cancellations
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ