બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 'કોંગ્રેસને વિરોધ કરવાનો અધિકાર, જમીન અને પૈસા લૂંટવાનો નહીં', ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
Last Updated: 01:02 PM, 16 April 2025
National Herald Case : નેશનલ હેરાલ્ડ કેસમાં દેશભરમાં ED ઓફિસોની બહાર વિરોધ પ્રદર્શનની કોંગ્રેસની જાહેરાત પર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરી મોટું નિવેદન આપ્યું છે. ભાજપના નેતાએ કહ્યું કે, ભાજપ વતી હું શરૂઆતમાં જ સ્પષ્ટ કરવા માંગુ છું કે, કોંગ્રેસ પાર્ટી પાસે ધરણા કરવાની સત્તા અને અધિકાર ચોક્કસપણે છે, પરંતુ તે સરકાર દ્વારા નેશનલ હેરાલ્ડને આપવામાં આવેલી જાહેર સંપત્તિના દુરુપયોગ સુધી મર્યાદિત નથી.
ADVERTISEMENT
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસે રાજકીય પક્ષ હોવા છતાં પાર્ટીના ભંડોળ એક ખાનગી સંસ્થાને આપ્યા જે પ્રતિબંધિત છે. જ્યારે કંપનીએ લોન પરત કરવાનો ઇનકાર કર્યો, ત્યારે સમગ્ર મિલકત પરિવારને ટ્રાન્સફર કરવા માટે એક કોર્પોરેટ કાવતરું ઘડવામાં આવ્યું. યંગ ઇન્ડિયન નામની એક નવી કંપની બનાવવામાં આવી, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો 38-38% હિસ્સો હતો. રવિશંકર પ્રસાદે કહ્યું, ભાજપ વતી અમે સોનિયા ગાંધી-રાહુલ ગાંધી અને કોંગ્રેસને પૂછવા માંગીએ છીએ કે શું કાયદો તેનું કામ ન કરે? તમે હજારો કરોડની સંપત્તિ પર ગેરકાયદેસર અને ખોટી રીતે કબજો કર્યો છે, તો શું આપણે આ અંગે ચૂપ રહેવું જોઈએ?
#WATCH | Delhi | On ED's prosecution complaint against Rahul Gandhi, Sonia Gandhi and others in alleged National Herald money laundering case, BJP MP Ravi Shankar Prasad says, "One thing should be kept in mind that Rahul Gandhi and Sonia Gandhi are out on bail. They knocked on… pic.twitter.com/FNZCAPdS4w
— ANI (@ANI) April 16, 2025
ADVERTISEMENT
સોનિયા અને રાહુલ જામીન પર બહાર : રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો કે, પરિવારે 90 કરોડની મિલકત માત્ર 50 લાખમાં ખરીદી. પરિવારના અન્ય એક સભ્યએ 3 કરોડમાં જમીન ખરીદી અને તેનું વ્યાપારીકરણ કરીને 58 કરોડમાં વેચી દીધી. આ 'વિકાસનું ગાંધી મોડેલ' છે. એક વાત યાદ રાખવી જોઈએ કે સોનિયા અને રાહુલ ગાંધી જામીન પર બહાર છે. તેમણે તપાસનો અંત લાવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા. તેમણે કહ્યું કે, કોર્ટ દ્વારા આપવામાં આવેલી એકમાત્ર રાહત એ હતી કે તેમને રૂબરૂ હાજર થવાની જરૂર નથી. આ તપાસ ચાર વર્ષથી ચાલી રહી છે અને હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.
વધુ વાંચો : VIDEO : પહેલા કોલર પકડ્યું અને પછી ભરબજારે જામ્યું બે યુવકો વચ્ચે યુદ્ધ!
આ સાથે મુર્શિદાબાદ હિંસા પર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું, બંગાળમાં શું થઈ રહ્યું છે મમતાજી? વોટ બેંક માટે તમે કેટલા નીચા ઉતરી શકો છો? હિન્દુઓની હત્યા થઈ રહી છે, તેઓ સ્થળાંતર કરી રહ્યા છે. મમતાજી, શું તમારી સરકાર મૂળભૂત માનવીય મૂલ્યો પ્રત્યે સંપૂર્ણપણે અસંવેદનશીલ બની ગઈ છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.