બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / સૈફ અલી ખાન હુમલા કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની એન્ટ્રી, નામ સાંભળીને ગુનેગારો થરથર કાંપે છે
Last Updated: 06:07 PM, 16 January 2025
અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. ઘટના બુધવારે મોડી રાતની છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળ પર તપાસ કરવા પહોંચી. ઘટના બાદ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. માહિતી સર્જરી બાદ તેની હાલત ખતરાની બહાર છે.
ADVERTISEMENT
ચાકુથી કર્યો હુમલો
સૈફ અલી ખાનનું ઘર 'સતગુરુ શરણ' બિલ્ડિંગમાં છે. ઘટના સમયે તે ઘરે જ હતો. પોલીસ અનુસાર હુમલાવરએ પહેલા સૈફ અલી ખાનની નોકરાણીથી ઝગડો કર્યો. આ દરમિયાન જ્યારે તેને હસ્તક્ષેપ કર્યો તો હુમલાવરે તેના પર ચાકુથી હુમલો કર્યો.
ADVERTISEMENT
સૈફની ટીમે શું કહ્યું?
સૈફ અલી ખાનની PR ટીમ તરફથી એક સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે સૈફ અલી ખાનના ઘરમાં ચોરીનો પ્રયત્ન આવ્યો હતો. તે ત્યારે હોસ્પિટલમાં છે અને સર્જરી કરાવી રહ્યો છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે અને આ કેસ દયા નાયકના નેતૃત્વ હેઠળ તપાસ ચાલુ છે.
કોણ છે દયા નાયક?
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમનું નેતૃત્વ દયા નાયક કરી રહ્યા છે. તેના નેતૃત્વમાં જ સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર દયા નાયક એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ છે. તે ગુરુવારે ઘટનાસ્થળે પણ પહોંચ્યો. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ ઘટનાસ્થળ પર સઘન તપાસ હાથ ધરી.
અપરાધીઓમા છે દયા નાયકનો ડર
માહિતી અનુસાર દયા નાયક 1996 બેચના પોલીસ અધિકારી છે. તેના નેતૃત્વમાં ઘણી અથડામણમાં અપરાધીઓને ઠાર ઠારવામાં સફળતા મળી છે. ગત વર્ષે જ દયા નાયકને પ્રમોશન મળ્યું હતું. અંડરવર્લ્ડના નેટવર્કને તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વધુ વાંચો: વિરાટ-અનુષ્કાનો 340000000 રૂપિયાનો આલીશાન બંગલો બનીને તૈયાર, જુઓ ઈનસાઈડ તસવીરો
1996માં જુહુ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ થયેલા દયા નાયક પ્રદીપ શર્મા સાથે પણ કામ કરી ચૂક્યો છે. તે ત્રણ વર્ષ સુધી ATSમાં રહી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દયા નાયકની 80થી વધુ ગુનેગારો સાથે અથડામણ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.