બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 11:09 AM, 19 June 2025
Indigo Flight : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હવે પ્લેનમાં ટેકનિકલ ખામી કે પછી ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓમાં સતત વધારો થયો છે. આ તરફ હવે દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2006 ને ટેકનિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરવું પડ્યું. આ ફ્લાઇટ ગુરુવારે સવારે 6:30 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી પરંતુ ટેકઓફ કર્યા પછી થોડીવારમાં ટેકનિકલ ખામી જણાતાં વિમાનને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરવું પડ્યું. જોકે એરલાઇન્સે ઇમરજન્સી લેન્ડિંગના દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે ટૂંક સમયમાં આ ઘટના અંગે વિગતવાર નિવેદન જાહેર કરશે.
ADVERTISEMENT
IndiGo flight 6E 2006 operating from Delhi to Leh today, returned to origin due to a technical issue which caused operational restrictions to land in Leh. As per procedures, the pilot returned back to Delhi. The aircraft is undergoing necessary maintenance before resuming… pic.twitter.com/ecwTlYMn9f
— ANI (@ANI) June 19, 2025
પ્રાથમિક વિગતો મુજબ આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 180 લોકો સવાર હતા. ઈમરજન્સી લેન્ડિંગ બાદ બધાને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વિગતો મુજબ આ ફ્લાઇટ લેહ પહોંચી ગઈ હતી. ફ્લાઇટ 6E 2006 એ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સવારે 6:30 વાગ્યે ઉડાન ભરી હતી.
ADVERTISEMENT
આ ફ્લાઇટ લેહના કુશોક બકુલા રિમ્પોચી એરપોર્ટ (IXL) માટે નિર્ધારિત હતી. ફ્લાઇટ સામાન્ય રીતે ચાલી રહી હતી પરંતુ લેહ પહોંચતા પહેલા વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ પછી પાયલોટે તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને સલામતીને ધ્યાનમાં રાખીને વિમાનને દિલ્હી પાછું લાવવાનો નિર્ણય લીધો.
ADVERTISEMENT
વિમાનના લેન્ડિંગ પછી ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આ ઘટના દરમિયાન કોઈ કટોકટી જાહેર કરવામાં આવી નથી. એરલાઇને કહ્યું કે, તે ટૂંક સમયમાં આ ઘટના અંગે વિગતવાર નિવેદન બહાર પાડશે. જોકે અત્યાર સુધી ઇન્ડિગોએ ફ્લાઇટને ડાયવર્ટ કરવા અને દિલ્હી પરત લેન્ડિંગ કરવાના કારણો અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.