બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:12 PM, 18 March 2025
સાઉથમાં આપણે જોતા આવ્યા છીએ કે તેમને હિન્દીને લઈ થોડી અરુચિ હોય છે. પણ થોડા દિવસોથી મહારાષ્ટ્રમાં પણ મરાઠી વિરુદ્ધ હિન્દીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મુંબઈ બાદ હવે પુણેના વાઘેલી વિસ્તારમાં ડી-માર્ટ સ્ટોરમાં બનેલી ઘટનાએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા ઊભી કરી છે. જ્યાં બે લોકો વચ્ચે મરાઠી અને હિન્દી બોલવાને લઈને ઉગ્ર બોલચાલ થઈ હતી અને મામલો એટલો વધી ગયો કે બંને એકબીજા સાથે ઝઘડા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં,એક આધેડ વયનો પુરુષ તેની પત્ની સાથે ડી-માર્ટ સ્ટોરમાં ઊભો જોવા મળે છે. ત્યાં એક વ્યક્તિ તેને મરાઠીમાં બોલવાનું કહે છે, પરંતુ તે જવાબ આપે છે કે તે ફક્ત હિન્દીમાં જ બોલશે. ત્યાર જ્યારે દંપતીને ફરીથી મરાઠીમાં બોલવાનું કહેવામાં આવે છે, ત્યારે તે કહે છે "અમે નહીં બોલીએ."
વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્યાર બાદ પત્ની સાથે ઉભેલ પુરુષ કહે છે, જાઓ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો, પણ તમારી રીત ખોટી છે. પછી તે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે, "મને પૂછ્યા વગર તમે મારો વીડિયો બનાવી ન શકો", પછી બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ જાય છે.
ADVERTISEMENT
Ab Maharashtra Ko bangalore Kyun bana rahe ho bhai ?? pic.twitter.com/I30z066Bwk
— Samrat Bhai (@BhaiiSamrat) March 16, 2025
સોશિયલ મીડિયા પર નેટીઝન્સે આ વીડિયો પર મિક્સ પ્રતિક્રિયાઓ આપી છે. જ્યાં કેટલાક લોકોનું કહેવું છે કે જો કોઈ મહારાષ્ટ્રમાં રહે છે, તો તેને મરાઠી આવડવી જોઈએ. તો અન્ય લોકોની દલીલ હતી કે તમે સ્થાનિક ભાષા કોઈના પર થોપી ન શકો. લોકોને જે ભાષા સૌથી વધુ સારી રીતે બોલતા આવડતી હોય તેને તે બોલવાની છૂટ હોવી જોઈએ.
આ ઘટના પુણેના વાકડેવાડીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ એરટેલ મેનેજરને માર માર્યાના થોડા મહિના પછી બની છે. રિપોર્ટ મુજબ એરટેલના કર્મચારીઓ માટે હિન્દીમાં વાત કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. એવું પણ કહેવાઈ રહ્યું હતું કે, મરાઠી બોલવાથી નોકરીમાંથી બરતરફ થઈ શકે છે. ત્યાર બાદ કર્મચારીઓની ફરિયાદ પર, મનસે કાર્યકરો એરટેલ ઓફિસમાં ઘૂસી ગયા અને મેનેજરને માર માર્યો હતો. આ સિવાય બીજી જગ્યાએ પણ મરાઠીમાં વાતચીત કરવાની મનાઈ કરવામાં આવતા મારપીટ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.