બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માનસરોવર યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર, નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન

નિવેદન / માનસરોવર યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર, નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન

Last Updated: 07:57 AM, 26 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન ગડકરીએ કહ્યું, 'આ ખૂબ જ મુશ્કેલ કામ છે, કેમ કે તાપમાન માયનસ 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે અને મુશ્કેલ પરિસ્થિતિના કારણે અમે વર્ષમાં માત્ર 3-4 મહિના જ કામ કરી શકીએ છીએ.'

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કૈલાશ માનસરોવ યાત્રા માટે રોડને લઈને મોટું અપડેટ આપ્યું છે. મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન તમને જણાવ્યું કે પીથોરાગઢને નેપાળ-ચીન બોર્ડર સાથે જોડતી માર્ગ પરિયોજનાનું કામ 85% પૂરું થઈ ગયું છે. જોકે, આ દરમિયાન તેમણે હવામાન સંબંધિત મુશ્કેલીઑ પણ જણાવી. કેન્દ્રીય મંત્રી આશ્વાસન આપ્યું છે કે જલ્દી જ પરિયોજના પૂરી કરવામાં આવશે.

HPCL ટાઈમ્સ ડ્રાઈવ વાહન ઉધ્યોગ સંમેલન અને પુરસ્કાર સમારોહ 2025 માં પહોંચેલા ગડકરીએ કહ્યું, 'આ ખૂબ જ મુશ્કેલ કામ છે, કેમ કે તાપમાન માયનસ 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે અને મુશ્કેલ પરિસ્થિતિના કારણે અમે વર્ષમાં માત્ર 3-4 મહિના જ કામ કરી શકીએ છીએ.' તેમણે કહ્યું, ' હું પ્રયત્ન કરી રહ્યો છું. આ વખતે એપ્રિલ સુધી હું સાઇટની મુલાકાત લઇશ. આ જલ્દી તૈયાર થઈ જશે.

ચીનની મદદ લેવી પડશે

મીડિયા રિપોર્ટ અનુસાર, રસ્તો બન્યા થયા બાદ હવે સિક્કિમ અને નેપાળના માધ્યમે યાત્રા નહીં કરવી પડે. આ રોડના માધ્યમે યાત્રી પિથોરાગઢથી માનસરોવર જઈ શકે છે. રિપોર્ટ અનુસાર, ગડકરીએ સ્પષ્ટ કર્યું કે ચીનની 16-17 કિમી રસ્તાની જરુંર પડશે.

તેમણે કહ્યું, 'જ્યારે રોડ ચીન પહોંચશે, તો આપણું વિદેશ મંત્રાલય તેમની સાથે વાતચીત શરૂ કરશે. કામ પૂરું થયા બાદ તીર્થયાત્રીઓને નેપાળ કે સિક્કિમથી જવાની જરૂર નહિ પડે. તેઑ પિથોરાગઢથી સીધા માનસરોવર જઈ શકશે.'

વધુ વાંચો:હોટલમાં રુપનો અખતરો! બ્યૂટીફુલ યુવતી મફતનું ખાવા ફાઈવ સ્ટાર હોટલમાં ઘુસી, પછી બન્યું જોરદાર

નવી EV ની રેન્જ આટલી હશે

સમાચાર એજન્સી અનુસાર, તેમણે કહ્યું કે ભારતમાં આવનાર ઇલેક્ટ્રિક ફોર-વ્હીલરની રેન્જ 400 કિલોમીટર સુધીની હશે, જ્યારે ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ 120 કિલોમીટર હોવાની અપેક્ષા છે. આ પડકારોનો સામનો કરવા માટે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ચાર્જિંગ સ્ટેશનોથી સજ્જ 670 રોડસાઇડ સુવિધાઓ સ્થાપવા પર કામ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Gadkari Mansarovar National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ