બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:28 AM, 21 April 2025
સોશિયલ મીડિયા પર એક કાળજું કંપાવતો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ધસમસતી નદી વચ્ચે ફસાયેલો દેખાઈ રહ્યો છે. તેના મિત્રો દોરડા વડે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે નદીમાં ફસાયેલો વ્યક્તિ સેલ્ફી લેવા માટે નદી વચ્ચે પથ્થરો પર જતો રહ્યો હતો. જ્યાં તેનો પગ લપસ્યો અને તે ઝડપી વહેતી નદીમાં પડી ગયો. પાણીનું ઝડપી વહેણ સાથે વહી ગયો, જે બાદ તેના મિત્રોએ દોરડાથી તેનો જીવ બચાવ્યો.
ADVERTISEMENT
One idiot being rescued from parvati river.
— Sidharth Shukla (@sidhshuk) April 14, 2025
He was staying at some riverside cottage and thought he is mightier than the parvati.
Season of foolishness has started for us. #HimachalPradesh #tourism pic.twitter.com/8g5Cy0jpNC
સોશિયલ મીડિયા થયો વાયરલ
ADVERTISEMENT
વાયરલ વિડીયો જોવામાં ખૂબ ભયાનક લાગી રહ્યો છે. વિડીયો જોઈને લોકોના શ્વાસ અટકી ગયા. વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સિદ્ધાર્થ શુક્લા નામના યુઝરે પોતાના એકાઉન્ટ @sidhshuk થી શેર કર્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વ્યક્તિ નદી વચ્ચે એક મોટા પથ્થરને પકડીને ઊભો છે. નદીનું વહેણ ખૂબ જ ઝડપી છે. નદીનું પાણી ઝડપી વહી રહ્યું છે અને આસપાસ ઘણા લોકો દોરડું પડકીને ઊભા છે અને તે વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગરમીથી રાહતના અણસાર નહીં, દેશના અનેક રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, જાણો કેવુ રહેશે ગુજરાતનું હવામાન
સેલ્ફીનો વધતો ક્રેઝ અને જીવ જોખમમાં નાખતા લોકો
આ વિડીયો સેલ્ફીના વધતો ક્રેઝ અને આના જોખમને ફરીથી એક વાર ઉજાગર કરે છે. લોકો ખતરનાક જગ્યાઓ પર ફોટોસ લેવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈને લોકો સ્તબ્ધ છે અને ઘણા શેર કરીને બીજાને સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, 'સેલ્ફી માટે જીવ સાથે રમવું યોગ્ય નથી, સુરક્ષા પહેલા હોવી જોઈએ.' આ ઘટના એક ચેતવણી હ કે કુદરતી સ્થળોએ સાવધાની રાખવી જરૂરી છે, ખાસ કરીને નદી-પહાડો જેવી ખતરનાક જગ્યાઓ પર. સેલ્ફીનો શોખ જીવન કરતાં વધારે કિંમતી ન હોઈ શકે, અને આ વાયરલ વિડીયોએ ફરી એક વાર આ શીખ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.