બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કાકી-ભત્રીજા વચ્ચે પ્રેમ પાંગર્યો, અંગતપળો માણતા હતા ને કાકા જોઈ ગયા, પછી થયો ભયાનક કાંડ

ક્રાઈમ / કાકી-ભત્રીજા વચ્ચે પ્રેમ પાંગર્યો, અંગતપળો માણતા હતા ને કાકા જોઈ ગયા, પછી થયો ભયાનક કાંડ

Last Updated: 01:24 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Crime : આજકાલ પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટનાઓ પ્રકાશિત થાય છે. રોજ-બરોજ એવી ઘટના બને છે જેમાં સંબંધોની મર્યાદાઓએ હદ વટાવી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાકીને સગા ભત્રીજા સાથે પ્રેમ થયો પછી થયું એવું ભયાનક કે સાંભળીને તમારું કાળજું પણ કંપી ઉઠશે.

આજના સમયમાં પ્રેમ સંબંધની પવિત્રતા જોતો નથી. એક પરણીત સ્ત્રીને યુવક સાથે પ્રેમ થાય છે જો કે આ પ્રેમની વચ્ચે પતિ અડચણરુપ બને છે પછી થાય છે ખતરનાક કાંડ, ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...

કાકી અને ભત્રીજા વચ્ચે થયો પ્રેમ

ઉત્તર પ્રદેશમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક પરણીત સ્ત્રીને પોતાના જ ભત્રીજા સાથે નિકટતા વધી જાય છે અને પછી કાકી અને ભત્રીજા વચ્ચે પ્રેમ બંધાય છે. એક દિવસ જ્યારે કાકી અને પોતાના પ્રેમી ભત્રીજા સાથે રૂમમાં હતા, અને અંગતપણો માણી રહ્યાં હતા. આ દરમિયાન અચાનક કાકા આવી ચડે છે અને કાકી ભત્રીજાની કરતૂત નજરે જોઈ જાય છે. પતિને પોતાના પ્રેમની જાણ કાકીએ એક ભયાનક નિર્ણય કર્યો હતો.

ત્રણ નિર્દોષ યુવાનોને ફસાવ્યા

એક દિવસ કાકી ભત્રીજા સાથે મળીને પોતાના પતિનું ઢીમ ઢાળી દે છે આ ઘટનામાં પતિની હત્યા જ નહીં પણ ગામના ત્રણ નિર્દોષ યુવાનોને પણ ખોટા કેસમાં ફસાવે છે. આ ઘટના કાનપુર જિલ્લાના સાધ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લક્ષ્મણખેડા ગામમાં બને છે. જેમાં પોલીસની ગુપ્ત માહિતી અને સઘન તપાસથી હત્યા પાછળનું સાચું કાવતરું ખુલ્લુ પડી જાય છે.

શું હતો સમગ્ર મામલો

32 વર્ષીય ધીરેન્દ્ર પાસવાન ટ્રેક્ટર ડ્રાઈવર પોતાના પરિવાર સાથે લક્ષ્મણખેડા ગામમાં રહેતો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની રીના, તેમની 75 વર્ષીય બધિર માતા અને 4 વર્ષનો પુત્ર શામેલ છે. ધીરેન્દ્રનો 23 વર્ષનો ભત્રીજો સતીશ પાસવાન નજીકમાં રહેતો હતો. રીના અને સતીશ વચ્ચે અવારનવાર મુલાકાત થતી હતી અને આ મુલાકાત દરમિયાન જ બન્ને વચ્ચે પ્રેમ થયો અને પછી બન્ને વચ્ચે સંબંધ પણ બંધાયો હતો. રીનાએ પોલીસને જણાવ્યું કે એક દિવસ તેના પતિએ પોતાને અને ભત્રીજા સાથે વાંધાજનક સ્થિતિમાં જોયા હતા. આ પછી, બંનેએ એકબીજાને મળવાનું બંધ કરી દીધું હતું.

vtv app promotion

આ રીતે પતિના હત્યાનું કાવતરું ઘડ્યું

ધીરેન્દ્રના શંકા પછી, રીના અને સતીશે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. 10 મેની રાત્રે, રીનાએ ધીરેન્દ્રના ખોરાકમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. જ્યારે તે ગાઢ નિંદ્રામાં ગયો, ત્યારે રીનાએ દરવાજા સાથે તેના માથા પર વારંવાર પ્રહાર કર્યો હતો. પછી, સતીશની મદદથી, તેના મૃતદેહને ઘરની બહાર એક ખાટલા પર સુવડાવવામાં આવ્યો જેથી તેને કુદરતી હત્યા દેખાડી શકાય.

રીનાએ ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી

આ પછી સવાર પડતાં જ રીના ગામલોકોની સામે રડવા લાગી અને ગામના ત્રણ લોકો કીર્તિ યાદવ, રવિન્દ્ર યાદવ અને રાજુ યાદવ વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી . પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને રવિન્દ્ર અને રાજુને જેલમાં મોકલી દીધા.

વધુ વાંચો : ભારતની સૌથી સુરક્ષિત તિહાર જેલમાંથી 2-2 વાર ફરાર થઇ ચૂક્યો છે આ 'બિકિની કિલર'! અફઘાનિસ્તાન, ઈરાન, ગ્રીસમાં પણ કરી ચૂક્યો છે કાંડ

કોલ ડિટેલ્સ પરથી ભાંડો ફૂટ્યો

પોલીસને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતી વખતે રીના પર શંકા ગઈ. જ્યારે રીનાના મોબાઈલની કોલ ડિટેલ્સ કાઢવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે સતત તેના ભત્રીજા સતીશના સંપર્કમાં હતી. આ ઉપરાંત બંનેના મોબાઈલમાંથી અશ્લીલ તસવીરો પણ મળી આવી હતી.

બાથરુમમાં લોહીથી લથપથ ટુવાલ મળી આવ્યા

આ ઉપરાંત ઘટનાસ્થળના સંજોગો પણ કંઈક બીજું જ ઈશારો કરી રહ્યા હતા. જે ખાટલા પર મૃતદેહ પડ્યો હતો તેની નીચે લોહી ફેલાયેલું જોવા મળ્યું, પરંતુ આસપાસ કોઈ ડાઘ નહોતા, જેનાથી સ્પષ્ટ થયું કે હત્યા બીજે ક્યાંક થઈ હતી અને લાશ બહાર રાખવામાં આવી હતી. સબમર્સિબલ પંપ ચલાવીને ઘરનો આખો ફ્લોર ધોવામાં આવ્યો હતો અને બાથરૂમમાં લોહીથી લથપથ ટુવાલ મળી આવ્યા હતા.

વધુ વાંચો : તાજા દફનાવેલા મૃતદેહ સાથે અલી બ્રધર્સ કરતા અરેરાટી ઉપજાવતું કામ, કીડીઓએ ખોલ્યું કેસનું ચોંકાવનારું રહસ્ય

સફાઈમાંથી મળી મહત્વપૂર્ણ માહિતી

રીનાએ કબૂલાત કરી હતી કે, હત્યા પછી તેણે ઘરમાં લોહીથી ખરડાયેલા દરવાજાની ફ્રેમ છુપાવી દીધી હતી. જ્યારે સતીશે ફ્લોર પર લોહી જોયું, ત્યારે બંનેએ સાથે મળીને ઘર સાફ કર્યું અને પછી બાથરૂમમાં સ્નાન કરીને લોહીના ડાઘ દૂર કરવાનો પ્રયાસ કર્યો. ગામમાં પાસી અને યાદવ સમુદાયો વચ્ચે પહેલાથી જ પ્રવર્તતા તણાવનો લાભ લઈને, રીનાએ યાદવ સમુદાયના ત્રણ લોકોને આ કેસમાં ફસાવ્યા, પરંતુ પોલીસ તપાસ દ્વારા તેનું કાવતરું નિષ્ફળ ગયું.

આરોપીઓની ધરપકડ અને નિર્દોષોને રાહત

એડીસીપી સાઉથ મહેશ કુમારે જણાવ્યું હતું કે, રીના અને સતીશ વિરુદ્ધ હત્યા, કાવતરું અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે હવે બે યુવાનોના પક્ષમાં કલમ 169 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, જેથી જેમને ખોટા આરોપોમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા તેમને મુક્ત કરી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crime kanpur police uttar pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ