બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કુર્તા-પાયજામા સાથે નજરે પડ્યાં જેડી વેન્સના બે પુત્રો, તો દીકરી વાદળી રંગના ફ્રોકમાં જોવા મળી
Last Updated: 11:58 AM, 21 April 2025
જેડી વાન્સ તેમના પત્ની ઉષા અને બાળકો સાથે આજે સવારે દિલ્હી એરપોર્ટ ઉતર્યા હતા. જેડી વાન્સ તેમના પત્ની ઉષાનો હાથ પકડીને પ્લેનમાંથી બહાર આવ્યા હતા. આ દરમિયાન જેડી વાંસે નેવી બ્લૂ કલરનો સૂટ પહેર્યો હતો અને તેમના પત્ની ઉષા ઓરેંગ રંગના ડ્રેસમાં જોવા મળ્યા હતા. સૌથી વધુ ધ્યાન આ દરમિયાન તેમના બાળકોએ ખેંચ્યું હતું જેઓ ભારતીય પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં નજર આવ્યા હતા.
ADVERTISEMENT
દિલ્હી: US ઉપરાષ્ટ્રપતિના બાળકો ભારતના ટ્રેડિશનલ લુકમાં, જેડી વેન્સની પત્ની છે મૂળ ભારતીય#Delhi #VicePresident #UnitedStates #JDVance #UshaVance #indiantraditional #Palamairport #officialvisittoIndia #jdvancechildrens #vtvdigital pic.twitter.com/bgJ6ZPUOfU
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 21, 2025
ભારતીય પરિધાનમાં નજર આવ્યા બાળકો
ADVERTISEMENT
જેડી વાન્સના સૌથી મોટા દીકરા ઈવાને લાઇટ બલર રંગનો કુરતો અને પાયજામો પહેર્યો હતો. ઇવાન સાત વર્ષનો છે. જ્યારે પાંચ વર્ષના વિવેકે પીળા રંગનો કુરતો અને સફેદ પાયજામો પહેર્યો હતો અને સૌથી નાની દીકરી મીરાબેલે બ્લૂ રંગનું ફ્રૉક પહેર્યું હતું. જણાવી દઈએ કે જેડી વાન્સના પત્ની ઉષા ભારતીય છે. તેઓ મૂળ આંધ્રપ્રદેશના છે. ત્યારે જેડી વાંસ તેમના સાસરે અને ઉષા તેમના પિયરની મુલાકાતે છે.
#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, at Palam airport.
— ANI (@ANI) April 21, 2025
Vice President JD Vance is on his first official visit to India and will meet PM Modi later today. pic.twitter.com/LBDQES2mz1
જેડી વાન્સ તેમના પરિવાર સાથે જયપુર, આગ્રા ઉપરાંત સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લેશે.
સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત
દિલ્હી પહોંચ્યાના થોડા કલાકો પછી વાન્સ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે અગાઉથી સુરક્ષા વ્યવસ્થા કરી દેવાઇ છે. પરિસરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. અને મુલાકાતના સમયે પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે. તેઓ પરંપરાગત ભારતીય હાથથી બનાવેલી વસ્તુઓ વેચતા 'શોપિંગ કોમ્પ્લેક્સ'ની પણ મુલાકાત લઈ શકે છે. દિલ્હી ઉપરાંત, વાન્સ તેમના પરિવાર સાથે જયપુર અને આગ્રા પણ જશે. યુએસ સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ વરિષ્ઠ અધિકારીઓ વાન્સ સાથે ભારત આવે તેવી શક્યતા છે.
વધુ વાંચો: JD Vance in India: ટેરિફ જંગ વચ્ચે ભારતના જમાઈનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, PM મોદીને મળશે
જયપુરની અને આગ્રાની મુલાકાત
વાન્સ 21 એપ્રિલે જયપુર જશે અને 24 એપ્રિલ સુધી ત્યાં રહેશે. 22 એપ્રિલની સવારે તેઓ તેમના પરિવાર સાથે પ્રખ્યાત આમેર પેલેસની મુલાકાત લેશે. ત્યાં તેમનું પરંપરાગત રાજસ્થાની સ્વાગત કરવામાં આવશે. જેમાં તેઓ જોધપુરી પાઘડી પહેરશે અને લોક નૃત્યો, કઠપૂતળીના શો, પરંપરાગત પોશાક અને સ્થાનિક ભોજનનો આનંદ માણશે. દરમ્યાન તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજ્યપાલ હરિભાઉ બાગડેને પણ મળશે. 23 એપ્રિલે તેઓ આગ્રા જશે અને તાજમહેલ જોશે. લગભગ ત્રણ કલાક ત્યાં રહ્યા પછી તેઓ જયપુર પાછા ફરશે અને સિટી પેલેસની મુલાકાત પણ લેશે. વાન્સ સોમવારે રાત્રે દિલ્હીથી રવાના થવાની ધારણા છે અને ત્યારબાદ તે જયપુર અને આગ્રા જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.