બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રુમમાં ખૌફનાક : વડની વડવાઈ ઝુલે તેમ 4 લાશ ઝૂલતી જોવા મળી, હાર્ટ ફાટી પડે તેવું બન્યું, ચીસ પાડી જશો

ખૌફનાક કાંડ / રુમમાં ખૌફનાક : વડની વડવાઈ ઝુલે તેમ 4 લાશ ઝૂલતી જોવા મળી, હાર્ટ ફાટી પડે તેવું બન્યું, ચીસ પાડી જશો

Last Updated: 10:12 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડના સરાયકેલામાં 4 લોકોના સામૂહિક આપઘાતનો મામલો સામે આવતાં મોટો હડકંપ મચ્યો છે.

કોઈ રુમમાં તમે જાવ અને ત્યાં તમને વડની વડવાઈની જેમ ઝુલતી લાશો જોવા મળે તો તમારી શું હાલત થાય? ઝારખંડના સરાયકેલમાં એકીસાથે 4 લોકોએ સામૂહિક રીતે આપઘાત કરી લેતાં મોટો હડકંપ મચ્યો છે.

વડની વડવાઈની જેમ લાશો ઝૂલતી હતી

આપઘાતમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે 4 લાશો વડની વડવાઈની જેમ પંખે લટકતી હતી, દ્રશ્ય કોઈને પણ થથરાવી મૂકવા પૂરતું હતું. આ કિસ્સાની ખૂબ ચકચાર મચી છે.

પોલીસે શું કહ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, ટાટા સ્ટીલના સિનિયર મેનેજર કૃષ્ણ કુમાર (40 વર્ષ), તેમની પત્ની ડોલી દેવી (35 વર્ષ) અને બે પુત્રીઓના મૃતદેહ લટકતા મળી આવ્યા હતા. કેન્સરથી પીડિત ટાટા સ્ટીલના અધિકારીએ તેની પત્ની અને બે પુત્રીઓ સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાની શંકા છે. ઘટનાની માહિતી મળતા જ બીડીઓ અભય કુમાર દ્વિવેદી અને આદિત્યપુર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે ચારેય મૃતદેહોને કબજે લઈ તપાસ શરૂ કરી છે. પોલીસને કૃષ્ણ કુમારના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં બ્લડ કેન્સર, કૌટુંબિક ઝઘડો અને મારા પછી પરિવારનું શું થશે તેનો ઉલ્લેખ છે.

સુસાઇડ નોટની તપાસ ચાલી રહી છે- એસપી

સરાયકેલાના એસપી મુકેશ કુમાર લુણાવતે જણાવ્યું હતું કે ગમહરિયામાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ફાંસી પર લટકતા મળી આવ્યા હતા. કૃષ્ણ કુમાર બ્લડ કેન્સરથી પીડાતા હતા. રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેની તપાસ ચાલી રહી છે.

વધુ વાંચો : 'પતિનું કામ 20 વર્ષની છોકરીઓને નેતાઓ પાસે સુવડાવાનું છે' નેતાની પત્નીનો ઘટસ્ફોટ, રાજનીતિમાં ચકચાર

કીમોથેરાપી સલાહ પહેલાં જીવન ટૂંકાવ્યું

બીડીઓએ મૃતકના પિતા પાસેથી કેસ વિશે માહિતી લીધી. તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર કૃષ્ણ કુમાર ટાટા સ્ટીલમાં સિનિયર મેનેજર હતો અને તે કેન્સરથી પીડિત હતો. તેમની પુત્રવધૂ ડોલીની સલાહ પર, તેઓ તેમના પુત્રને કેન્સરની સારવાર માટે ફ્લાઇટ દ્વારા મુંબઈ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને કીમોથેરાપી કરાવવાની સલાહ આપી પરંતુ સારવાર પહેલાં જ તેમણે જીવન ટૂંકાવી લીધું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamshedpur death Jamshedpur tata manager death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ