બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મહિલાઓના અધિકારોની દિશામાં સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, હવે ત્રીજા બાળકના જન્મ પર મળશે આ ભેટ

ચુકાદો / મહિલાઓના અધિકારોની દિશામાં સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, હવે ત્રીજા બાળકના જન્મ પર મળશે આ ભેટ

Last Updated: 09:06 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court on Maternity Leave: સુપ્રીમ કોર્ટે મેટરનિટી લિવને મહિલાઓનો બંધારણીય અધિકાર છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશને રદ્દ કરી દીધો, હવે ત્રીજા બાળકના જન્મ પર પણ મેટરનિટી લિવ મળશે.

Supreme Court Decision: સુપ્રીમ કોર્ટે દેશભરની કામ કરતી મહિલાઓને રાહત આપતો નિર્ણય આપ્યો છે. કોર્ટે શુક્રવારે સ્પષ્ટતા કરી કે પ્રસૂતિ રજા (મેટરનિટી લિવ) ફક્ત સામાજિક ન્યાય કે સદ્ભાવનાનો વિષય નથી, પરંતુ તે મહિલાઓનો બંધારણીય અધિકાર છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશને રદ કરી દીધો કે જેમાં એક સરકારી શિક્ષિકાને તેના ત્રીજા બાળકના જન્મ પર પ્રસૂતિ રજા આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.

ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુઇયાની બેન્ચે જણાવ્યું કે પ્રસૂતિ રજાનો હેતુ મહિલા કર્મચારીઓને સામાજિક ન્યાય અપાવવાનો છે જેથી તેઓ બાળકને જન્મ આપ્યા પછી જીવિત તો રહી શકે, પરંતુ તેમની ઉર્જા પણ પાછી મેળવી શકે, બાળકનું પાલન-પોષણ કરી શકે અને તેમની કાર્ય કુશળતા જાળવી શકે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, 'મહિલાઓ હવે કાર્યબળનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને તેમને સન્માન અને ગરિમા સાથે કામ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.' બેન્ચે એમ પણ કહ્યું કે ગર્ભાવસ્થા સ્ત્રીની શારીરિક અને માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરે છે અને આમાં માત્ર માતૃત્વ જ નહીં પરંતુ બાળકની સંભાળ પણ જરૂરી છે.

Vtv App Promotion 2

શું હતો હાઈકોર્ટનો નિર્ણય?

હાઇકોર્ટે રાજ્ય સરકારની એ નીતિના આધારે શિક્ષિકાને રજા આપવાનો ઇનકાર કર્યો હતો, જેમાં બેથી વધુ બાળકોના જન્મ પર પ્રસૂતિ રજાની મંજૂરી આપવામાં આવતી નથી, જેથી વસ્તી નિયંત્રણમાં મદદ મળી શકે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી, અને કહ્યું કે આ કેસ મહિલાના બીજા લગ્ન સાથે સંબંધિત છે અને તે જ લગ્નથી ત્રીજા બાળકનો જન્મ થયો છે.

આ પણ વાંચો: આજે આ રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદ મચાવશે તબાહી, જાણો કેવું રહેશે આજનું હવામાન

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું, "દરેક મહિલાને પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર છે, જેમાં રાજ્ય દ્વારા કોઈ અનુચિત દખલ ન હોવી જોઈએ. સ્ત્રીને પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત રાખવી અથવા તેની શારીરિક અને માનસિક સ્થિતિને અવગણવી એ તેના ગૌરવને ઠેસ પહોંચાડવી છે.'

આ નિર્ણયને મહિલાઓના અધિકારોની દિશામાં એક મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં લાખો કામ કરતી મહિલાઓને રાહત આપશે. હવે મહિલાઓ ત્રીજા બાળકના જન્મ પર પણ પ્રસૂતિ રજાનો લાભ મેળવી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Decision Supreme Court on Maternity Leave National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ