બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:55 AM, 20 April 2025
જમ્મુ કશ્મીરના રામબન જિલ્લાના એક ગામમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યા બાદ રવિવારે 100 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે અને ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે આ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. વહીવટીતંત્ર દ્વારા તૈનાત કરાયેલી ટીમો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રહી છે. છેલ્લા 24 કલાકથી જમ્મુ કશ્મીરના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદના કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. ઘણા ઘરો પણ જમીનદોસ્ત થઈ ગયા છે.
ADVERTISEMENT
#Update : One person including two children died in the cloud burst that occurred in #Ramban, Jammu last night. Three people lost their lives yesterday #jammuandkashmir #BreakingBad https://t.co/hbvSYGBHkB pic.twitter.com/aCcZh1uCbC
— Indian Observer (@ag_Journalist) April 20, 2025
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સતત વરસાદને કારણે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાશરી અને બનિહાલ વચ્ચે લગભગ એક ડઝન સ્થળોએ ભૂસ્ખલન અને કાદવ ધસી પડવાની ઘટનાઓ બની હતી, જેના કારણે વાહનવ્યવહાર રોકવામાં આવ્યો. તેમણે કહ્યું કે ધર્મ કુંડ ગામમાં અચાનક આવેલા પૂરને કારણે લગભગ 40 ઘરોને નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાદળ ફાટવા અને સતત વરસાદ છતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા 100 થી વધુ ગ્રામજનોને બચાવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃનિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર આપેલા નિવેદનથી ભાજપે ખુદને દુર રાખી, કહ્યું આ તેમનો વ્યક્તિગત મત
તેમણે કહ્યું કે એક જળાશય ઓવરફ્લો થવાના કારણે ઘણા વાહનો તણાઈ ગયા હતા. ટ્રાફિક વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નશરી અને બનિહાલ વચ્ચે અનેક સ્થળોએ ભૂસ્ખલન, કાદવ અને પથ્થરો પડવાના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને બાજુ વાહનોની અવરજવર રોકવામાં કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હાઇવે પર વરસાદ ચાલુ છે અને લોકોને હવામાન સુધરવા અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી મુખ્ય રસ્તા પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.