બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / SBIએ કરોડો ખાતાધારકોને ચેતવ્યા! નવા સ્કેમથી બચવા આપી ખાસ સલાહ

એલર્ટ / SBIએ કરોડો ખાતાધારકોને ચેતવ્યા! નવા સ્કેમથી બચવા આપી ખાસ સલાહ

Last Updated: 07:01 PM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI Deepfake Scam Warning : એસબીઆઇએ તેના ગ્રાહકો અને સામાન્ય લોકોને એસબીઆઇની સત્તાવાર વેબસાઇટ, સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અથવા નજીકની શાખામાંથી જ કોઈપણ માહિતી ચકાસવાની સલાહ આપી છે.

SBI Deepfake Scam Warning : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ખાતાધારકો અને સામાન્ય લોકોને સોશિયલ મીડિયા પર ફરતા ડીપફેક સ્કૈમના વીડિયો અંગે ચેતવણી આપી છે. એસબીઆઇએ PUBLIC CAUTION NOTICE જારી કરી ડીપફેક વીડિયો અંગે ચેતવણી આપી છે. આ વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે એસબીઆઇએ ભારત સરકાર અને બહુરાષ્ટ્રીય કંપનીઓના સહયોગથી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત રોકાણ પ્લેટફોર્મ શરૂ કર્યું છે જે રોકાણકારોને જંગી વળતર આપે છે. આ કપટી વીડિયોમાં એસબીઆઇ દ્વારા એઆઇ-આધારિત રોકાણ પ્લેટફોર્મ લોન્ચ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે એસબીઆઇએ કહ્યું છે કે આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે.

એસબીઆઇએ ગ્રાહકોને ચેતવણી આપી

એસબીઆઇએ તેના ગ્રાહકો અને સામાન્ય લોકોને એસબીઆઇની સત્તાવાર વેબસાઇટ, સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અથવા નજીકની શાખામાંથી જ કોઈપણ માહિતી ચકાસવાની સલાહ આપી છે. બેંકે એમ પણ કહ્યું છે કે લોકોએ આવા ડીપફેક વીડિયોથી બચવું જોઈએ અને તેમના જાળમાં ન ફસવું જોઈએ. એસબીઆઇએ તેના સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો અને સામાન્ય લોકોને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ડીપફેક વિડીયો વિશે ચેતવણી આપે છે.

online-scam

આ વીડિયોમાં SBI, ભારત સરકાર અને કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓના સહયોગથી એઆઇ આધારિત પ્લેટફોર્મ દ્વારા લાભકારી રોકાણ યોજનાઓ શરૂ કરવાના ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. બેંકે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ યોજના અસ્તિત્વમાં નથી અને લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ બિઝનેસ / થોડા જ સમયમાં લાખોનું થઈ ગયું સોનું, આ પરિબળોને કારણે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો

ડીપફેક વિડીયો સ્કૈમ કેવી રીતે કામ કરે છે?

સ્કેમર્સ હવે સેલિબ્રિટીઝ અથવા વરિષ્ઠ અધિકારીઓના નકલી વીડિયો બનાવવા માટે ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ વીડિયો એટલા વાસ્તવિક લાગે છે કે લોકો સરળતાથી તેના પર વિશ્વાસ કરી લે છે. વીડિયોમાં નકલી યોજનાઓનો પ્રચાર કરવામાં આવે છે જેથી લોકો છેતરાઈ જાય અને પૈસા રોકાણ કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SBI ATM Deepfake Scam Warning SBI BANK
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ